________________
જૈન ચિત્ર-કપલતા વિધિ કર્યા બાદ ઘઉં વગેરેને મુષ્ટિમાં અથવા બગલમાં થોડો વખત રાખ્યા બાદ ભક્ષણ કરો. આમ કરવાથી પણ તેમનું દુઃખ દૂર થયું નહિ. તેવામાં વૃક્ષની શાખાઓ પરસ્પર ઘસાતાં અંગે ઉત્પન્ન થયો. આને વાસ્તવિક સ્વરૂપથી અજાણ્યા એવા તે સમયના મનુષ્ય તેને રત્ન જાણીને પકડવા ગયા; પરંતુ તેથી તે તેમના હાથ દાઝવા લાગ્યા. આથી અગ્નિને કોઈ અદ્ભુત ભૂત માનતા તથા તેથી ત્રાસ પામતા લોકે પ્રભુ સમક્ષ આવ્યા, ત્યારે પ્રભુએ તેમને કહ્યું કે સ્નિગ્ધ અને રૂક્ષ કાળને દોષ થવાથી આ તો અગ્નિ ઉત્પન્ન થયો છે, માટે તમારે તેની પાસે જવું અને તેની સમીપમાં રહેલાં તૃણાદિકને દૂર કરી તેને ગ્રહણ કરી, અને ત્યાર બાદ પૂર્વોક્ત વિધિ પ્રમાણે તૈયાર કરેલા ઘઉં વગેરેને તેમાં નાખી પકવ કરી તેને આહાર કરે. તે મુગ્ધ લોકોએ તેમ કર્યું એટલે ઘઉં વગેરેને તે અગ્નિ સ્વાહા કરી જેવી લાગે. આ વાત તેઓએ પ્રભુ સમક્ષ રજૂ કરી. આ સમયે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા. એમણે ત્યાં જ તેઓની પાસે લીલી માટીને પિડ મંગાવી તેને હાથીના કુંભસ્થળ ઉપર મૂકી તેનું એક પાત્ર બનાવ્યું અને એ પ્રમાણે પાત્ર બનાવી તેમાં ધઉ વગેરે રાખી તેને અગ્નિની મદદથી પકાવી તે ખાવાની તેમને સૂચના કરી આ પ્રમાણે પ્રભુએ કુંભારના શિલ્પને વિધિ બતાવ્યો.
ચિત્રમાં સફેદ હાથી ઉપર સપભદેવ બેઠા છે. તેઓશ્રીના ડાબા હાથમાં માટીનું એક પાત્ર છે, અને તે હાથ ઊંચા કરીને સામે ઉભા રહેલા યુગલક પુરૂને તે આપવા માટે ઉત્સુકતા બતાવતા ચિત્રકારે એમને રજૂ કર્યા છે. સામે ઉભા રહેલા યુગલિક પુરૂષના બને હાથના ઊંચા કરેલા ખોબામાં પણ માટીના પાત્રની રજુઆત ચિત્રકારે કરી છે. હાથી પણ શણગારેલો છે. પ્રભુની પાછળ અંબાડીનું સિંહાસન બતાવ્યું છે અને એમને ઉત્તરાસંગને ભાગ ઊડતો બતાવીને ચિત્રકારે છટાથી ગમન કરતા હાથીની રજુઆત કરી છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં આકાશમાં વાદળા દવ્યાં છે. ચિત્ર ૩૫ બ્રાહ્મણી દેવાનન્દા અને ચૌદ સ્વપ્ન : હંસવિદ ૧ ના પ્રતના પાના ક ઉપરથી–આખું પાનું પ્રતના મૂળ કદનું અત્રે નમૂના તરીકે રજૂ કરેલું છે. ચિત્ર ૩૧ ચૌદ સ્વનઃ કતિવિ૦ ના પાના ૧૬ ઉપરથી–વાચકેની જાણ ખાતર એ ચદે સ્વપ્નનું ટુંક વિવેચન અત્રે કરવામાં આવે છે.
(૧) હાથી-ચાર મહાન જંતુશળવાળા, ઉચો, વરસી રહેલા વિશાળ મેઘ જેવો અને વૈતાદ્રવ્ય પર્વતનાં જેવો સફેદ. તેના શરીરનું પ્રમાણ કેન્દ્રના ઐરાવણ હાથીના જેવડું હતું. સર્વ પ્રકારનાં શુભ લક્ષણવાળા, હાથીઓમાં સર્વોત્તમ અને વિશાળ એવા પ્રકારને હાથી ત્રિશલા દેવીએ પ્રથમ સ્વપનામાં જોયો. હાથી એ પરમ મંગળકારી તથા રાજ્યચિહ્નો દ્યોતક છે.
(૨) વૃષભ-વેત કમળની દવાઓની રૂપકાંતિને પરાજિત કરતો, મજબૂત, ભરાવદાર માંસપેશીવાળો, પુષ્ટ, યથાસ્થિત અવયવવાળો અને સુંદર શરીરવાળા વૃષભ ત્રિશલાદેવીએ બીજા સ્વપ્નમાં જોયા. તેનાં અતિશય ઉત્તમ અને તીણ શીંગડાંઓના આગલા ભાગમાં તેલ લગાડેલું હતું. તેના દાંત સુશોભિત અને શ્વેત હતા. વૃષભ (બળદ) એ કૃષિને ઘાતક છે.
(૩) સિંહ-ત્રીજા સ્વપ્નમાં ત્રિશલાએ સિંહ જે. તે પણ મોતીના હાર, ચંદ્રનાં કિરણને રૂપાના પર્વત જેવો મત રમણીય અને મને હર હતું. તેના પંજા મજબૂત અને સુંદર હતા. પુષ્ટ અને તરુણ દાઢે વડે તેનું મુખ જોભી રહ્યું હતું, તેની મનોહર જીભ લપલપાયમાન થતી હતી. સાથે વિશાળ અને પુષ્ટ હતી. સ્કર પરિપૂર્ણ અને નિર્મળ હતા. બારીક અને ઉત્તમ કેશવાળી વડે તે અનહદ શોભી રહ્યો હતો. તેનું પુછ કુંડલાકાર અને શોભાયમાન હતું. તે વારંવાર જમીન સાથે અકળાતું અને પાછું કંડલાકાર બની જતું. તેની આકૃતિમાં સૌમ્યભાવ દેખાઇ આવતા હતા.