________________
૩૦
જેન ચિત્ર-કપલતા વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી વીને તે આશ્રમમાં પાંચસો તાપનો સ્વામી ચંડકૌશિક નામે તાપસ થયો. તેને પોતાના આશ્રમ ઉપર એટલો બધો મોહ હતો કે કદાચ કોઈ માણસ આશ્રમનું કંઇ ફળ-ફૂલ તોડે તે તે જ વખતે ક્રોધે ભરાઈ કુહાડે લઈને મારવા દોડે. એક વખતે તે તાપસ થોડા રાજકુમારોને પોતાના આશ્રમના બાગમાંથી ફળ તોડતાં જોઈ ક્રોધે ભરા. કુહાડે લઈ મારવા ધસી જતો હતો, એટલામાં અચાનક કુવામાં પડી ગયું અને ક્રોધના અધ્યવસાયથી મરીને તે જ આશ્રમમાં પોતાના પૂર્વભવના નામવાળો દૃષ્ટિવિષ સર્પ થયો.
મહાવીર પ્રભુ તે આશ્રમમાં આવીને કાઉસગ્નધ્યાને સ્થિર રહ્યા. પ્રભુને જોઈ કંધથી ધમધમી રહેલો તે સર્પ, સૂર્ય સામે દૃષ્ટિ કરી, પ્રભુની તરફ દૃષ્ટિવાળા ફેંકે અને રખેને પ્રભુ પિતાની પર પડે એવા ભયથી પાછો હટી જાય. એટલું છતાં પ્રભુ તો નિશ્ચલ જ રહ્યા, આથી તેણે વિશેષ વિશેષ દષ્ટિવાળા ફેંકવા માંડી. તથાપિ એ વાળાઓ પ્રભુને તે જળધારાઓ જેવી લાગી ! ત્રણ વાર દષ્ટિવાળા છેડવા છતાં પ્રભુનું એકાગ્ર ધ્યાન તૂટવા ન પામ્યું, તેથી તે અસાધારણ રોષે ભરાયે. તેણે પ્રભુને એક સપ્ત પંખ માર્યો. તેને ખાત્રી હતી કે મારા તીવ્ર વિષનો પ્રતાપ એટલે ભયંકર છે કે પ્રભુ હમણું જ મૂછત થઈને પૃથ્વી ઉપર પવા જોઈએ. પરંતુ આશ્ચર્ય જેવું છે કે પ્રભુના પગ ઉપર વારંવાર ડસવા છતાં પ્રભુને તેનું લેશ માત્ર પણ ઝેર ન ચઢવું. ઉલટું દંશવાળા ભાગમાંથી ગાયના દૂધ જેવી રૂધિરની ધારા વહેવા લાગી.
વિસ્મય પામેલા ચંડકૌશિક સર્ષ થોડી વાર પ્રભુની સન્મુખ નિહાળી રહ્યો. પ્રભુની મુદ્રામાં તેને કંઈક અપૂર્વ શાંતિ જણાઈ. એ શાંતિએ તેના દિલ ઉપર અપૂર્વ અસર કરી. તેના પિતાનામાં પણ શાંતિ અને ક્ષમા આવતાં દેખાયાં ૧૮ ચંડકૌશિકને શાંત થએલો જોઈ પ્રભુએ કહ્યું કે “ ચંડકૌશિક ! કંઇક સમજ અને બુઝ-બોધ પામ!' પ્રભુની શાંતિ અને ધીરતાએ તેના પર અસર તે કરી જ હતી, એટલામાં પ્રભુનાં અમૃત શાં મીઠાં વેણ સાંભળતાં અને તે વિષે વિચાર કરતાં તેને નતિસ્મરણ (પોતાના પૂર્વ ભવ સંબંધીનું) જ્ઞાન ઉપન્ન થયું. તે પોતાના ભયંકર અપરાધનો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પ્રભુને પ્રદક્ષિણા આપતો તે મનમાં વિચાર કરવા લાગ્યો કે ખરેખર આ કરુણાસમુદ્ર ભગવે તે મને દુર્ગતિ રૂપ મટી ખાઈમાં પડતે બચાવી લીધું. તે જ વખતે તેણે અનશન વ્રત લઈ લીધું. રખેને પોતાની વિષમય ભયંકર દષ્ટિ કઈ સદે કે નિર્દો પ્રાણ ઉપર પડી જાય એવા શુભ હેતુથી તેણે પોતાનું મસ્તક દરને વિષે છુપાવી દીધું,
આ પ્રસંગને મળતે જ કૃષ્ણના જીવનનો એક પ્રસંગ એક વખત એક વામાં નદીકિનારે નન્દ વગેરે સૌ ગે સૂતા હતા, તે વેળા એક પ્રચંડ અજગર આવ્યો. પૂર્વ જન્મમાં તે વિદ્યાધર હાઈ પોતાના અપના અભિમાનથી મુનિને શાપ મળતાં અભિમાનના પરિણામ રૂપે સર્પની આ નીચ નિમાં જન્મ્યો હતો. તેણે નન્દને પગ ગ્રા. બીજા બધા ગેપબાળકોને સર્પના મુખમાંથી એ પગ છોડાવવાનો પ્રયન નિષ્ફળ ગયો ત્યારે છેવટે કૃણે આવી પિતાના ચરણથી એ સપને સ્પર્શ કર્યો. સ્પર્શ થતાં જ એ સર્ષ પિતાનું રૂપ છોડી મૂળ વિદ્યાધરના સુંદર રૂપમાં ફેરવાઈ ગયે ભક્તવત્સલ કૃષ્ણના ચરણસ્પર્શથી ઉદ્ધાર પામેલ એ સુદર્શન નામને વિદ્યાધર શ્રીકૃષ્ણની સ્તુતિ કરી સ્વસ્થાને ગમે.
-- ભાગવત દશમ , એક ૩૪, લે. પ-૧૫, પૃષ્ઠ ૯૧૭-૯૧૮.
૧૮ આવી જ એક વાત બુદ્ધ વિષે જાતક નિદાનમાં છે. ઉલ્લામાં (ભગવાન બુદ્ધ એકવાર ઉચ્છલકાશ્ય નામના પાંચ શિષ્યવાળા જટિલની અગ્નિશાળ માં રાતવાસો રહ્યા જ્યાં એક ઉગ્ર આશીવિષ સ રહેતો હતો. બુદ્ધે તે સપને જરાપણ ઈજા પહોંચાડ્યા સિવાય નિસ્તેજ કરી નાખવા ધ્યાન સમાધિ આદરી. પણ પિતાનું તેજ પ્રકટાવ્યું. છેવટે બુદ્ધના તેજે સપજને પરાભવ કર્યો. સવારે બુએ જટિલને પિને નિતેજ કરેલ સી બતાવ્યો, એ જોઈએ જટિલ બુદ્ધને પિતાના શિષ્યો સાથે ભક્ત થયા.