Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 23
________________ પ્રાચીન ચિત્રાનું કલાતત્ત્વ જરૂર છે, સમગ્ર પ્રાચીન શિલ્પના પરિશીલન માટે હવે સ્પષ્ટ પદ્ધતિની શેાધ થવી જોઇએ. અત્યાર સુધી તો પ્રાચીન શિલ્પનું નિરૂપણ માત્ર નમૂનાઓનાં અથવા તેમની છબીનાં નિરીક્ષણથી થતું આવ્યું છે. શિલ્પ માત્રને સમજવાની આ સહજ પદ્ધતિ છે. શિલ્પની ભાષા આંખ બરાબર ઉકેલતી હૈાય ત્યાં તે નિરીક્ષણ માત્ર પણ પર્યાપ્ત ગણાય. પણ બીજા યુગ કે દેશની શિલ્પભાષા તેના અપરિચયના કારણે ભાવકને ભાવ અર્પવા અસમર્થ થાય ત્યારે એકલું નિરીક્ષણ પર્યાપ્ત નથી. વાણીના કરતાં રેખા, રંગ ઇત્યાદિ વધારે વ્યાપક છે તેથી બીજા દેશકાળની વાણીના જેવું મૌન રંગ-રેખા ધારણ કરતાં નથી, અને તેથી અજાણી વાણીના સાહિત્ય જેટલું તેમનું નિરૂપણ અસંભિવત થતું નથી; તે પણ રંગ-રેખાની ભાષાના જ્ઞાન વિના શિર્ષાના ભાવનેા મેધ કરાવવામાં તે અસમર્થ છે. રંગ-રેખાની પણ ભાષા છે. જગતમાં દેખાતાં રૂપોમાં રંગ-રેખા હોય છે, તેના અનુકરણથી તે તે રૂપ સૂચવે; તે ઉપરાંત શિલ્પીઓના ભાવનું વાહન બનતાં અથવા બનવા તેમનામાં વિશિષ્ટ અર્થભાર આવે છે, શબ્દાર્થના સંબંધ માટે સમયપદ વપરાય છે તેના અહીં અતિદેશ ફરી કહી શકાય કે રંગ-રેખાના પણ્ ‘સમય’ હાય છે, આ રગ-રેખાના સમય સમજ્યા વિના તેમનાથી સાકાર થતી કલાનો ભાવ સમજવા, આસ્વાદ લેવા કે વિવેચન કરવું એ આંધળાના ગાળીબાર જેવું છે. ... પ્રાચીન શિલ્પીઓના ‘સમય' સમજવા તેમની કૃતિઓ જોવી જરૂરની છે; પણ તેના ઉર્દુલ કરવા તે શિલ્પીઓનાં ધ્યેયે। કયાં હતાં, તે કેવા આસ્વાદ આપવા ઈચ્છતા હતા, કોની પ્રશંસા ઇચ્છતા હતા, ને ખુશ કરવા હતા હતા, તેમનાં સાધના કેવાં હતાં અને તેના તે કેવી રીતે ઉપયોગ કરતા હતા આદિ જાણવાની જરૂર છે. આવા જ્ઞાનથી સજ્જ થઈ ચિત્રોનું નિરીક્ષણ કરવામાં આવે ત્યારે જ યોગ્ય પરીક્ષણ થઇ શકે. આવા જ્ઞાનના અભાવને લઇને આ ક્ષેત્રમાં થએલું ઘણું કામ ફરી કરવાની જરૂર જણાય છે, કારણકે પૂરતી સામ્રગીના અભાવે અપાએલા ઘણા અભિપ્રાયા ભ્રામક દેખાય છે. સુભાગ્યે આ જાતની ઘેાડીક સામગ્રી આપણને પ્રાચીન શિલ્પન્થામાં મળેછે, પણ તેનું સંશેોધન કરવાની જરૂર છે. આ કાર્યમાં પ્રાચીન પરંપરા પ્રમાણે કામ કરનારા શિલ્પીએની મદદ મળે તે વિશેષ લાભ થાય. આ ગ્રન્થમાં જે ચિત્ર-બિએ ઉદાહરણરૂપે આપેલી છે તેનું કલાની દ્રષ્ટિએ નિરૂપણ કરતાં પહેલાં ઉપરનું સ્પષ્ટીકરણ આપવાનું કારણ એ છે કે નિપુણ મનાતા ચિત્રવિવેચકોને પણ આ ચિત્રકળા સમજવામાં વિઘ્નો નડથાં છે. તેમાં મુખ્ય વિઘ્ન આ ચિત્રકારોનાં લક્ષ્યનું અજ્ઞાન છે. પ્રથમ દષ્ટિપાતે આ ચિત્રા તેમના રંગચમત્કાર અથવા વર્ણચમત્કાર અર્પે છે. ‘શા સરસ રંગ છે ! શી ભભક છે! કેટલી મારતા છે! કેટલી શ્રીમંતાઈ છે !' ઇત્યાદિ ઉદ્ગારા એ ચિત્રા જોતાં જ કોડે છે. વેલબુટ્ટાઓને શણગાર પણ ધ્યાન ખેંચે છે. પ્રાણીઓ પણ ફ્રીક લાગે છે, પરંતુ માણસાનાં -- સ્ત્રી-પુરુષોનાં ચિત્રા જોતાં મનમાં છાનો છાના એવા અભિપ્રાય ઊઠે છે કે આ ચિત્રકારને કાંઇ આવડતું નથી! આથી આ ચિત્રકલા વિષે અભિપ્રાય ઊતરવા માંડે છે! ‘ફ્રીક છે; સાધારણ છે !’ ત્યાદિ મત ઉચ્ચારાય છે, કારણા શેાધાય છે, ઋતિહાસ તપાસાય છે ! આ તો નિકોએ, વાણીગાએએ, જૈને એ પેાયેલી કલા! તેમની સ્થૂલ કલારુચિને સંતાપનારી કલા ! તેમની શ્રીમંતાઇને આગળ ધરતી સાના-મોતીની કલા !

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92