Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 27
________________ જેન ચિત્ર-ક૯૫લતા શ્રીપાલ રામનાં ચિત્રો એ રીતે ચિત્રકારની સમકાલીન સૃષ્ટિનું ચિત્ર છે. આ ચિત્રોની ચિત્રકળાની કદર કરતાં સાથે સાથે તેમણે જે સાહિત્ય અને ક્રિયાઓથી આ પ્રત તૈયાર કરી હશે તે પણ આશ્ચર્યકારક પ્રકાર ગણવો જોઈએ, તાડપત્રોને ચૂંટીને ચિત્ર યોગ્ય સફાઈ પર લાવવા તેમજ ચિરસ્થાયી બનાવવાં, અને વિવિધ રંગે ઉખડી ન જાય એવી ક્રિયાથી ભૂમિકા પર તેમને સંલગ્ન કરવાં એ બધી વાત આજના કલાકારને મહાન ભેદ જ રહેવાની, આજે મિત્રના ચિરંજીવપણા માટે સાધને કે ની લેશમાત્ર પરવા કઈ રાખતું નથી. તેઓ સંકડો વર્ષથી તેમના સર્જકોની પ્રતિભાની સાખ પૂરતા આ નમૂના શરમમાં નાખે એવા છે. આ બાબતમાં તે કુશલ વૈજ્ઞાનિકે, કલાકાર અને પ્રાચીન શાસ્ત્રવિશારદે મંડળ એકાગ્ર થઈ કામે લાગે તે જ પુનરુદ્ધાર થઈ શકે. આ ચિત્રોમાં શૈલીનું અનુકરણ, ઘૂંટણ અને કેટલાક આકારોનાં બીબાં બરાબર સચવાયાં હોય છે એટલે આપણને વૃત્તાંતને ઉકેલ જરા યે મુશ્કેલ પડતો નથી. વૃત્તાંત સાથે આપણને રિવાજો, વસ્ત્ર, ઘરો, ઉપકર વગેરેને સારામાં સારો ખ્યાલ મળે છે. બારમીથી અઢારમી સદી સુધીનું લોકજીવન જેવું હોય તો આમાં મળી શકે. આ ચિત્રોની બીજી ખૂબી એ છે કે સાધારણમાં સાધારણ માણસને પણ ચિત્ર સમજાય એવી રીતનો તેમાં પ્રયોગ કરવામાં આવ્યું છે. તડકો હોય ત્યારે આખું ચિત્ર પીળા રંગમાં જ ચીતર્યું હોય રાત્રિ હોય ત્યારે ભૂરા રંગ પર જ ચીતરાયું હોય. ઘરમાં રાત્રિ હોય અને દીવો ચીતર્યો હોય તો બધું લાલ ભૂમિ ઉપર આલેખ્યું હોય. વળી પ્રસંગ પ્રમાણે ઋતુ તથા કાળ દર્શાવતાં માણસ અને જનાવરોથી આપણે બધું તરત અટકળી શકીએ છીએ. નદી સરોવર કે કુંડ, તેના પાણીનાં વમળાની રેખાએથી જ સમજાઈ જાય છે. વૃક્ષો ફળો વનસ્પતિઓ વગેરે બરોબર ઓળખાય તેમ તેનાં પાન થડ વગેરે ચીતરાએલાં નજરે પડે છે. વાસ્તવિક દર્શન કરતાં આ લાક્ષણિક દર્શન ચિત્રણના નિયમમાં વધુ ઉપયોગી ગણાયું છે. આજ સુધી ભારતીય ચિત્રકળાના ઈતિહાસમાં ગુજરાતનો નામોલ્લેખ નહોતો, પરંતુ મધ્ય યુગના આ ચિત્રકળાના નમૂના માત્ર ગુજરાતમાં જ મળ્યા હોવાથી ગુજરાતને તેથી ગૌરવ પ્રાપ્ત થયું છે, આ પ્રાચીન ચિત્રાકૃતિઓની છાયા રાજપૂત કળામાં કેમ ઊતરી ને મુગલ કળાને સમૃદ્ધ કરવામાં આનુવંશિક ઉપકાર કેવી રીતે થયો તેના અંડા તો હજી બેસાડવાના રહે છે જ; પણ જે સ્થાપત્યરચનાઓ અને વચ્ચે આ ચિત્રમાં દેખાય છે તે આજે પણ નહિ બદલાલી સમાજમાં નજરે પડે છે. ચતુર દષ્ટિવાળા કલાવિવેચકે આ કળાના નમૂના જોતાં જ તેની potency– સર્જક અને પ્રેરક શકિત સ્વીકારશે, એટલું જ નહિ પણ દેશની કળાને તેમાંથી નવો માર્ગે જડશે એમ માનવું ભૂલભરેલું નહિ ગણાય. આજે કળા એટલે શાળાપાદિત વસ્તુ નહિ, પણ પ્રજાની ર્મિ અને ઉલ્લાસમાંથી સર્જાએલી નવસૃષ્ટિ એમ સ્વીકારીએ તે નવસર્જનના પાયામાં ચે આ કળાનાં તને ઉપયોગી થઈ પડવાનાં જ. રવિશંકર મ. રાવળ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92