________________
ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળા આવે છે), જેટલી જગ્યામાં ચિત્ર દોરવાનું હોય તેટલી જગ્યામાં, પ્રથમ લગાડવામાં આવતાં, તેની પાછળની પૃષ્ટભૂમિ મોટે ભાગે ઘેરા રાતા રંગમાં કરવામાં આવતી અને તેના ઉપર રંગની ભૂકી એવી રીતે લગાડવામાં આવતી કે ચિત્ર પોતે સુવર્ણમય જ લાગે. બાહ્ય રેખાઓ અને આંખો, આંખનાં પિોપચાં, કાન, આંગળીઓ વગેરે પછીથી કાળા રંગમાં રંગવામાં આવતાં હતાં. જે છબચિત્રો આ રીતે દેરવાનું પરિણામ એ આવ્યું કે સ્ત્રી અને પુરુષોની મુખાકૃતિઓ, તેમનાં વસ્ત્રો અને પુષ્પાદિથી રચેલા બીજા અલંકારે જાણે એનાથી સપાટ ચીતરેલાં હોય એમ જણાય છે. ચિત્રને જયારે આપણે બાજુ ઉપરથી તપાસતા હોઈએ ત્યારે જણાય છે કે આવી છબિના ચહેરામાં નાકને કેટલીક વખત લાલ રંગથી રંગવામાં આવતું હતું.
આ રીતે ચિત્ર તે સંપૂર્ણ દોરાતું; પણ હવે તેમાં રંગ પૂરવાને પીછી ઉપર આસમાની રંગ લેવાતો અને વસ્ત્ર તથા બીજા ભાગો ઉપર તે જરૂર પુરતો મૂકવામાં આવતો; તેમજ મનુષ્ય અને પ્રાણીઓના શરીરને ગેળ ભરાવદાર ભાગે જેવી કેટલીક જગ્યાઓ એ જાડી પછીથી રંગ પૂરીને તે પ્રમાણમાં ઘટ-સ્કૂલ દેખાય તેમ કરાતું. “ત ખાલી જગ્યાએ કેઈક વાર ઇરાદાપૂર્વક રાખવામાં આવતી, પણ ક્યારેક સુવર્ણનાં પાનાં ચોટાડતાં અકસ્માતથી પણ રહી જતી. સાધુઓનાં સફેદ કપડાં બતાવવા માટે તે મોતના રંગ જેવો ધોળો રંગ કયારેક વપરાતે.
બહુ જ ઓછા પ્રસંગે એક પાંચમે રંગ વપરાશમાં લેવાત. એ રંગ તે બહુ જ સુંદર ઘેરે મોરથુથી જેવો લીલો રંગ. પ્રાચીન હસ્તપ્રતોના ચિતરનારાઓના રંગસંભારમાં આ સિવાય બીજા કેઈપણ રંગ મળી આવતા નથી. પણ પછીના વખતની કાગળના સમયની હસ્તપ્રતોમાં કેટલીકવાર સુવર્ણરંગની જગ્યા પીળા રંગે અને રાતા રંગની પૃષ્ટભૂમિની જગ્યા આસમાની રંગે લીધેલી લાગે છે..
જૈનાશ્રિત કળાનાં નાનાં છબિચિત્રો દોરવામાં શરીરના પ્રત્યેક અંગ પ્રત્યંગ દોરવાની રચના વાસ્તવિક તુલના ઉપર બાંધવામાં આવતી હતી. શિપકળાના અંગાર આમાં મુખ્ય ભાગ ભજવે છે.
કોતરકામવાળી ઊપસેલી વેલો અને છોડવાઓ કાં તે એક જ શિલીના બનાવાતા અગર કુદરત ઉપરથી પણ બનાવવામાં આવતા. પશુઓ અને પક્ષીઓનાં ચિ, ખાસ બ્લ રંગથી રંગેલા રાજહંસ, સફેદ રંગને હાથીઓ, ઘડાઓ, હરણ, વિવિધ જાતનાં નૃત્યચિત્રો વગેરે કિનારીની ઉપર તથા આજુબાજુના હાંસીઆઓમાં શોભા આપનારા પદાર્થો તરીકે જવામાં આવતા; તેમજ જૈન ધર્મનાં આઠ પવિત્ર પ્રતીક-અષ્ટ મંગલ–ને તથા ચૌદ સ્વપ્નાદિનો પણ તેવી જ જાતને ઉપયોગ કરવામાં આવતા.
આ કળા આ નાનાં છબિચિાનું અસ્તિત્વ ન હોત તો આપણને તે જ કાળનો પરિચય નહિવત અથવા બહુ જ અપ હત. આ ચિત્રો તે સમયના જીવનનું અને સંસ્કારનું જે જ્ઞાન આપણને પૂરું પાડે છે તે બહુ જ કિંમતી છે. ખરેખર તે ઉપરથી આપણે જન્મથી માંડી મરણ પતના સમસ્ત જીવનના દરેક ભાગનું વિશ્વસનીય અને બહુવિધ દૃશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.
આવાં નાનાં છબિચિત્રોમાં ચીતરાએલી વ્યક્તિઓને ચહેરાની તાદૃશ્યતા કે તેમના ચારિત્ર્યની છાપ તેમાં પાડવાની શકિત એ ચિત્રકારોમાં હોય એમ ઇચ્છવું એ વધારે પડતું ગણાય. વસ્તુતઃ સર્વ મહાપુરુષો અને સાધુઓ, દેવ અને દેવીઓ, રાજાઓ અને રાણીઓ, સુભટ અને સ્ત્રી પુરુષો જે પ્રાચીન ચિત્રકારોએ ચીતર્યાં છે તે જાણે એક એકકસ બીબામાંથી નીકળ્યાં હોય તેવાં જણાય છે.
સુપ્રસિદ્ધ કલામર્મજ્ઞ ડૅ. આનંદકુમારસ્વામી આ કળાને નીચેના શબ્દોમાં અભિનંદન આપે છેઃ
"That the handling is light and casual does not imply a poverty of craftsmanship (the quality of roughness in 'primitives' of all ages seems to unsophisticated observers a defect), but rather perfect ade