Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 29
________________ १८ જૈન ચિત્ર-કલ્પલતા લાકડાની એવી એ પાટલીએ વિ.સં. ૧૪૨૫ (ઈ.સ. ૧૭૬૮)માં ચીતરાએલી તારીખની નોંધવાળી મળી આવેલી છે, અને કપડાં ઉપરનાં ચિત્રા વિ.સં. ૧૪૧૦ (ઈ.સ. ૧૭પ૭)થી મળી આવે છે. ગુજરાતની જૈનાશ્રિત કળાના ત્રીા વિભાગનાં ચિત્રા મુખ્યત્વે કાગળની હસ્તલિખિત પ્રામાં મળો આવે છે. તેની શરૂઆત ઈ.સ. ની પંદરમી સદીની શરૂઆતથી થઈ હોય એમ મારૂં માનવું છે. જોકે રાવ બહાદુર ૐ.... હીરાનન્દ શાસ્ત્રી પાસે એક પ્રત વિ.સં. ૧૧૨૫ની સાલની લખાએલી મેં જોએલી છે; પરંતુ મારી માન્યતા પ્રમાણે તે તારીખ નકલ કરનારે જૂની જે પ્રત ઉપરથી નકલ કરી હરશે તેની તે કાયમ રાખેલી છે, જે તે પ્રતમાંનાં ચિત્રા માટે ઉપયોગમાં લેવામાં આવેલા સાનેરી શાહી તથા ચિઠ્ઠા દારવાની ચિત્રકારેાની રીત ઉપરથી નિષ્પક્ષ નિરીક્ષકને સહેજે જણાઈ આવે છે. તેથી તે પ્રત પંદરમી સદી પહેલાંની નથી જ એમ હું માનું છું. આ ત્રીજા વિભાગની કળાના અંત વિક્રમની સેાળમી સદીના અંત સમય દરમ્યાન આવે છે, જે વેળા ગુજરાતની જૈનાશ્રિત કળા પ્રથમ મુગલ અને પછી રાજપુત કળાની અસર નીચે આવી ગઇ હતી; અને તે પછી અઢારમા સૈકામાં તા સમકાલીન રાજપુત કળા જે લગભગ નષ્ટ થવા આવી હતી તેમાં ગુજરાતની આ જૈનાશ્રિત કળા સંપૂર્ણપણે સમાઇ ગઇ. આ ત્રીજા વિભાગના સમય દરમ્યાનનાં જૈન સિવાયનાં બીજાં ચિત્રા વૈષ્ણવ સંપ્રદાયના ગણ્યાગાંવા ધર્મગ્રંથામાં મળી આવે છે, પરંતુ પંદરમી સદી પહેલાંનાં ગ્રંથસ્થ ચિત્રા જૈન શ્વેતાંબર કામના ધર્મગ્રંથામાં જ મળી આવે છે, અને આ જ કારણથી આ કળાને કેટલીક વખત જૈન’ અગર શ્વેતાંબર જૈન' કળાના નામથી સંખેાધવામાં આવેલી છે. કેટલાક વિદ્વાનો આ કળાને ગુજરાતી કળા’ના નામથી ઓળખાવે છે. પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં રજુ કરેલા પુરાવા ઉપરથી આપણે જાણી શકીશું કે આ કળાના વિકાસ એકલા ગુજરાતમાં જ નહિં પણ પશ્ચિમ ભારતના દરેક પ્રદેશમાં થએલા હતા. ઉ.ત. સ્વર્ગસ્થ મુનિમહારાજ શ્રીહંસવિજયજીના વડાદરાના સંગ્રહમાં આવેલી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત વિસં. ૧૫૨૨માં રાજપુતાનામાં આવેલા યવનપુર (જોનપુર)માં લખાએલી છે. બીજી એક સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રત વડોદરામાં વયેવૃદ્ધ ગુરુદેવ પ્રવર્તક શ્રીકાંતિવિજયજીના સંગ્રહમાં છે, તે માળવામાં આવેલા મંડપદુર્ગ (માંડવગઢ)માં લખાયેલી છે. ત્રીજી પ્રત ઉત્તરાયન સૂત્રની સંવત ૧૫૨૯માં મંડપદુર્ગમાં લખાએલી અમદાવાદના દેવશાના પાડાના ઉષાશ્રયમાં આવેલા શ્રી યાવિમલજી શાસ્ત્રસંગ્રહમાં આવેલી છે. આ સિવાય બીજી ઘણી પ્રતા માંડવગઢ વગેરેમાં લખાએલી મળી આવે છે. ગ્યા તથા બીન પુરાવાઓ ઉપરથી આ કળાને ગુજરાતી કળા’ને બદલે આપણે અગાઉ જણાવી ગયા તેમ ‘ગુજરાતની કળા' (પ્રાચીન વ્યાપક અર્થમાં) તરીકે સંમેધવી વધારે વાસ્તવિક છે. આ કળાને પ્રચાર આખા પશ્ચિમ ભારતમાં થવાનું એક કારણ એ પણ હોય કે પ્રાચીન ગુજરાતના સ્વતંત્ર હિંદુ રાજવીએના અજેય બાહુબળના પ્રતાપે તે મુલકો ગુજરાત પ્રદેશની છાયા નીચે હોવાથી સંભવત છે કે ગુજરાતના ચિત્રકારો ત્યાં જવાને લીધે આ કળાનેા પ્રચાર પશ્ચિમ ભારતના સઘળા પ્રદેશોમાં થયે। હાય. બીજું કારણ એ છે કે આ કળાના પ્રાચીન સમયના તાડપત્રના જે નમૂનાઓ મળી આવ્યા છે તે સઘળા જ મુખ્યત્વે કરીને ગુજરાતના પ્રાચીન પાટનગર અગુહિલપુર પાટણ તથા તે વખતના પ્રખ્યાત અંદર ભૃગુકચ્છ (ભરૂચ)ના છે. ગુજરાતની આ જૈનાશ્રિત કળાના સંપ્રદાય ભારતીય ચિત્રકળાના ઇતિહાસ માટે બહુ જ મહત્ત્વનો છે. તેનું એક કારણ તે એ છે કે આ ચિત્રકળાના નાના અગર મેટા દરેક ચિત્રે કેટલા યે સૈકા સુધી અજંતા, બધ અને એલેરાની ગુફાઓનાં મિત્તિચિત્રાની પરંપરા જાળવી રાખી છે. બીજું કારણું એ કે તે સ્વચ્છતા અને સુંદરતામાં ઘણી જ આગળ પડતી અને પ્રખ્યાતિમાં આવેલી

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92