Book Title: Jain Center of America NY 2005 06 Pratishtha
Author(s): Jain Center of America NY
Publisher: USA Jain Center America NY
View full book text
________________
Cm/apro/jain/170305
સંદેશ
જય જીનેન્દ્ર..
વિશ્વની લગભગ બધી જ પ્રચીન સંસ્કૃતિઓ સમયના વ્હેણ સાથે લગ્ન થઇ ગઇ, માત્ર ને માત્ર, ભારતભૂમિ પર ઉદભવેલી સંસ્કૃતિ જ આજે અજેય છે, આજે અમીટ છે, આજેય અડગ છે.. કારણ કે..
કારણ કે..
આપણી સંસ્કૃતિ હંમેશા પરિવર્તનશીલતાને સ્વીકારતી રહી છે. સમયના વ્હેણ બદલે, સાથે સાથે, સંસ્કૃતિનો હાદ અધ રહે પણે આ સંસ્કૃતિમાં ઉછરેલો માનવી પરિવર્તનની સાથે સમીપ રહેતો હોય છે.
કારણ કે..
વિશ્વના અન્ય ભાગોમાં જયારે લહિયાબ જંગ અને ક્ષણિક લાભ-તરકટથી સંસ્કૃતિનો પ્રસાર થતો ત્યારે આપણી સંસ્કૃતિએ પ્રેમ, અહિંસા-શાંતિ અને સર્વધર્મસમભાવની બુનિયાદ પર વસુધૈવ કુટુમ્બકમ' સંદેશો ફેલાવીને ધરતીના ટૂકડાં નહીં પણ લોકોના હૃદય જીતીને ધર્મ સંદેશ આપ્યો છે..
આવી ભવ્યતમૂ અને અખંડ સંસ્કૃતિના અવિભાજય અંગ સમાન પૂ. શ્રી મહાવીર સ્વામીની તપ અને આરાધનાથી ઉદભવેલ જૈન પરંપરા એક ઝળહળતી જયોત છે, અહિંસા-શ તિ-પ્રેમ-તપ- આરાધના જૈન પરંપરાની આગવી ઓળખ બની ગયા છે, અને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પથરાયેલા જૈનોએ મુનિશ્રીઓઆચાર્યશ્રીઓના તપ બળથી અને પ્રેરણાથી ધર્મધ્વજને અખંડ રાખવામાં સફળતા મેળવી છે.
વિરાટનગર-ન્યુયોર્કમાં ભવ્ય જૈન દેરાસર નિમાકા પામ્યું છે. વૈવિધ્યસભરતા વાળી અમેરિકાની ભૂમિ પર જૈન પરંપરા પ્રબળ બનાવવાના જૈન સેન્ટર ઓફ અમેરિકા ન્યુયોર્કના પ્રયાસોને અંતરપૂર્વક આવકારું છું. દેરાસરના પ્રતિષ્ઠા મહોત્સવ સંસ્કૃતિક મહોત્સવ બની રહે તેવી શુભેચ્છા..
(નરેન્દ્ર મોદી)
નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી, ગુજરાત રાજ્ય
20