Book Title: Jain Center of America NY 2005 06 Pratishtha
Author(s): Jain Center of America NY
Publisher: USA Jain Center America NY
View full book text
________________
:૦૬:
4: 3
22080808080Prairirasra
મૂર્તિ એટલે મૂર્ત અને અમૂર્તનું અનોખું સંયોજન. તે સાકાર પણ છે અને નિરાકાર પણ છે. મનુષ્યની તરફ તેનો આકાર છે અને એ આકારમાંથી એક તાર ખૂલે છે કે જે નિરાકારમાં લઈ જાય છે, અમૂર્તમાં સ્થિત કરે છે. જેમકે ઘરમાં બારી હોય. તે તો આકારવાળી હોય. જ્યારે ઘર જ આકારવાળું હોય છે તો બારી નિરાકાર ન હોઈ શકે. પરંતુ જ્યાં તે સાકાર બારી ખોલીને આકાશ તરફ જોવામાં આવે છે ત્યાં નિરાકારમાં પ્રવેશ થાય છે.
જિનપ્રતિમા એક એવી બારી છે કે જેના દ્વારા અમૂર્ત આકાશ દેખાઈ શકે છે. વર્તમાનમાં માત્માની અવસ્થા શુદ્ધ ન હોવાથી અમૂર્તનું સીધું દર્શન શક્ય નથી, અમૂર્તને જોવાની ક્ષમતા અને પાત્રતા નથી. તેથી અમૂર્તિને પણ મૂર્તમાં બાંધી તે દ્વારા અમૂર્તને જોવાનો - અમૂર્તમાં જવાનો પ્રયત્ન કરવો પડે છે. અમૂર્ત સાથે સીધો સંબંધ સધાતો નથી તેથી પહેલાં એવા મૂર્ત સાથે સંબંધ એડવો પડે છે કે જેના દ્વારા અમૂર્તનાં દર્શન થઈ શકે. એ પહેલાં તે અમૂર્તની પ્રતીતિ કોઈ મૂર્તમાં કરવી રહી. પછી એ મૂર્ત દ્વારા ઘડી ઘડી અમૂર્તમાં ઊતરવું જોઈએ. અને એ સરળ પણ પડશે. જિનપ્રતિમાનાં દર્શન કરતાં થોડી જ જાણોમાં પ્રતિમા ભલાઈ જાય છે અને જિન જીવંત થઈ ઉઠે છે. જેનો પ્રેમ સાચો છે તેને વધારે સમય નહીં લાગે. તેના માટે પથ્થરની પ્રતિમા વિલીન થઈ જાય છે અને સજીવન વ્યક્તિત્વ સ્થાપિત થાય છે.
આમ, મૂર્તિ એક એવી વ્યવસ્થા છે કે જે દ્વારા આપણે મૂર્તમાંથી અમૂર્તમાં સ્થાપિત થઈ શકીએ છીએ. જિનપ્રતિમાનાં દર્શન કરવાથી આપણને એક અનુભવ અવશ્ય થશે કે તે વ્યક્તિનું ઓછું અને કોઈ ભાવદશાનું સ્મરણ વધારે કરાવે છે. તેના અવલંબને આત્માની દશાનું દર્શન વધારે થાય છે. તેનાં દર્શનથી થોડી ક્ષણો માટે તો વ્યક્તિ દેખાય પણ પછી તરત જ એ શાંત વીતરાગદશા, એ નિષ્કારણ કરશાની ભાવદશાનો અનુભવ થાય, અંતરમાં તેનું પ્રતિબિંબ ઝિલાય. મૂર્તિની આ વ્યવસ્થા, તેનાં દર્શન-પૂજન એ આપણી ભીતર રહેલા તથા૩૫ ભાવો સાથે સંબંધ જોડવાનો ઉપાય છે.
પ્રભુની પ્રતિમાનાં દર્શન કરતાં તેમની શાંતતા, વીતરાગતા, કરુણા આદિ ગુણોનાં દર્શન થાય છે; એ શુદ્ધ દશાનું ધ્યાન કરતાં ધ્યાતાના અંતરમાં પ્રતિધ્વનિ ઉત્પન્ન થાય છે અને તે પણ એક શાંતતાનો અનુભવ કરવા લાગે છે. ધીરે ધીરે તે સંસારભાવથી પર થતો જાય છે અને મોક્ષભાવમાં સ્થિર થતો જાય છે.
છે
કે
રહી છે, જોઈ લો. કડી 60 ડિ: ૭ ક. ડી
જિ:
ડાર Edontido
n oc: 2010 તારા
વગર
પી . ડી ડી ડી ડી ડી
ડી ડી કોક