Book Title: Jain Center of America NY 2005 06 Pratishtha
Author(s): Jain Center of America NY
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 185
________________ જિનપ્રતિમા P.P. Shree Dr. Rakeshbhai Zayeri Assurror setAttri Aur Dur Tirrrrrrrr rrrrrrrrrr નાના કોઈ લક્ષ્યને આંબવું હોય તો તેનો સહેલો રસ્તો એ છે કે જેણે એ લક્ષ્યને સિદ્ધ કર્યું હોય એવી વ્યક્તિને આદર્શ બનાવી એનું અનુસરણ કરવામાં આવે. અનુસરણ આદર્શ ધ્યેયને દૃષ્ટિ સમક્ષ રાખવાની ફરજ પાડે છે, કારણ કે જેનું અનુસરણ કરવું હોય તેને નજર સામે રાખ્યા વગર તેમ થઈ શકતું નથી. કુશળ શિલ્પી જેમ આદર્શને નિરંતર દષ્ટિ સન્મુખ રાખી પોતાની કલાકૃતિને ઘડે છે, તેમ સાધક પણ આદર્શરૂપ પ્રભુને નિરંતર દષ્ટિ સન્મુખ રાખી નિજાત્મસ્વરૂપની પૂર્ણ કલાકૃતિ ઘડે છે. સ્વરૂપસ્થિત પ્રભુના દર્શનથી જીવને પોતાના વિસ્તૃત થયેલા સ્વરૂપનું ભાન થાય છે. તેમના ચિતનથી પોતાના સ્વરૂપની જીવને ઓળખાણ થાય છે. તેમનાં સ્મરણ-ધ્યાનથી પોતાના સ્વરૂપને પ્રગટ કરવાની ઇચ્છા તેનામાં જાગે છે. આવી તીવ્ર ઇચ્છાના કારણે તે પ૨પરિશતિમાં ઉદાસીન બની આત્મપરિણતિ તરફ વળે છે. જિનદશાનું ભાવપૂર્વક ચિંતન કરવાથી ‘આ જિન ભગવાન જેવો જ અનંતગુણસંપન આત્મા છું' એમ જિન સમાન પોતાની સ્વરૂપસત્તાને જીવ ઓળખે છે અને તે જિનદશાનો અધિકારી બને છે. આમ, ભગવાન પ્રત્યે દૃષ્ટિ કરવાથી ભક્ત થવાય છે અને ભગવાન જેના પ્રત્યે દષ્ટિ કરે છે તેના પ્રત્યે દષ્ટિ કરવાથી ભગવાન થવાય છે, અથતું ભગવાન પ્રત્યે દષ્ટિ કરવાથી ભક્તિ જાગે છે, ભક્તપણું પ્રગટે છે અને ભગવાન જેના પ્રત્યે અખંડ દષ્ટિ રાખે છે તે પ્રત્યે એટલે કે શુદ્ધાત્મા પ્રત્યે દ્રષ્ટિ કરતાં ભગવાન થવાય છે. જિનપ્રતિમા એ સાકાર ભગવાન છે, અનુસંધાન અર્થે પુષ્ટ નિમિત્ત છે, સમ્યગ્દર્શનનું પરમ નિમિત્ત છે, સાકાર ઉપાસનાની શ્રેણીમાંથી પસાર થયા પછી નિરાકાર શ્રેણીમાં ટકી શકાય છે. માટે સાધનામાં જિનપ્રતિમાનું અત્યંત મહત્ત્વનું સ્થાન છે. જીવની પાસે જે જે અનુભવો છે તે તે સર્વ મૂર્તના અનુભવ છે; અમૂર્તનો કોઈ અનુભવ તેને નથી. જેનો કોઈ અનુભવ નથી એ સંબંધમાં કોઈ પણ શબ્દ જીવને કોઈ સ્મરણ આપી નહીં શકે. અમૂર્તની વાતો તે કરતો રહેશે અને મૂર્તમાં જીવતો રહેશે. માટે અમૂર્ત સાથે સંબંધ બાંધવો હોય તો કોઈ એવી ચીજ જોઈશે કે જે એક તરફથી આકારવાળી હોય અને બીજી તરફથી આકાર વગરની - નિરાકાર હોય; એક તરફથી મૂર્ત હોય તો બીજી તરફથી અમૂર્ત..... મૂર્તિનું રહસ્ય આ છે. કોઈ એવો સેતુ બનાવવો પડશે કે જે આપણી તરફ આકારવાળો હોય અને પરમાત્માની તરફ નિરાકાર હોય. એક કિનારે મૂર્ત હોય અને બીજા કિનારે અમૂર્ત હોય, એવો સેતુ જ આપણને પરમાત્મા સાથે જોડી શકે છે. એવો સત નિર્મિત થઈ શકે છે. એના નિર્માણનો પ્રયોગ જ મૂર્તિ છે. મૂર્તિમાં આ વિશેષતા છે. તે બે કાર્ય કરે છે - જ્યાં આપણે ઊભા છીએ ત્યાં એનો છેડો દેખાય છે અને જ્યાં પરમાત્મા છે ત્યાં એ નિરાકારમાં ખોવાઈ જાય છે.

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190