Book Title: Jain Center of America NY 2005 06 Pratishtha
Author(s): Jain Center of America NY
Publisher: USA Jain Center America NY
View full book text
________________
0 0 0 0 0 0
0 0 0 0 0 0 0 0
0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0
રાજેન્દ્ર એ. દલાલ હેદાબાદ, ભારત
માર્ચ, ૧૨, ૨૦૦૫
જૈન સેન્ટર ઓફ અમેરીકા, ન્યુયોર્ક (યુ.એસ.એ)
ઐતિહાસિક પ્રતિષ્ઠા મહોત્સવની યાદી ને ચિરંજીવી બનાવવા આપે સોવેનિયર પ્રકાશિત કરાવવાનો નિર્ણય લીધો તે ખુબજ સુંદર છે. આ પ્રસંગે મારી હાર્દિક શુભેચ્છા છે.
જૈન શાસનનાં ઇતિહાસમાં શાસનસમ્રાટ સમ્રતિ મહારાજા નું નામ અમર છે. આ મહાન સમ્રાટે એક કરોડ નૂતન પ્રતિમાજી ભરાવી ને અંજનશલાકા કરાવી પૂજનીય બનાવી સંઘને ભેટ આપી ત્યા લાખ્ખો નૂતન દહેરાસરો નાં નિર્માણ કરાવ્યા, આ એક ગૌરવગાથા છે.
ભારતથી હજારો માઈલ દુર ન્યુયોર્કમાં આપે ભવ્યાતિભવ્ય દહેરાસર નિર્માણ કરાવી સેંકડો વર્ષો માટે લાખો ભાવિકોને દર્શન-પૂજાનો લાભ અપાવ્યો છે, તે ખુબજ પૂણ્ય નું કામ છે.
ન્યુયોર્ક એટલે યુ.એસ.એ. નું મુખ્ય શહેર અને દુનિયાનું પાટનગર કહેવાય, અહીં આપે અંજનશલાકા કરાવી પ્રભુજીને પ્રતિષ્ઠીત કરવાનો શાસ્ત્રોક્ત નિર્ણય લીધો તે યુ.એસ.એ. ના ઇતિહાસમાં અમરગાથા બની જશે. આપના સેન્ટરમાં વર્ષનાં ૩૬૫ દિવસ દર્શન-પૂજા-આરતિ થશે, લોકોને ખુબજ અનોખો લાભ મળશે અને આમ ન્યુયોર્ક એક તીર્થ બની જશે. આપે પ્રભુજીને અંજનશલાકા કરાવી હજારો વર્ષ માટે પૂજનીય બનાવ્યા, આપના આ નિર્ણયથી બીજા સેન્ટર પણ પ્રેરણા મેળવશે.
હું આપના સેન્ટર નો આભારી છું કે આપે અંજનશલાકા કરાવવાની ભારતમાં (ઇન્ડિયામાં) ગોઠવણ કરવાની જવાબદારી મને સોંપી - શાસ્ત્ર નિષ્ણાત સુપ્રસિધ્ધ પૂજ્ય આચાર્યદેવ શ્રી રાજયશસૂરિશ્વરજી મહારાજ સાહેબના પવિત્ર મંત્રોચ્ચારણ થી અંજનવિધિ સંપન્ન થઈ. આપના સેન્ટર તરફથી પણ કેટલાક ભાવિક પરિવાર વિધિ વખતે ખાસ યુ.એસ.એ. થી આવ્યા અને ઉત્સાહથી ભક્તિ માં જોડાઇને અંજનશલાકા નો લાભ લીધો.
આપના સેન્ટરના દરેક ટ્રસ્ટીઓ, કાર્યવાહક કમીટીના સભ્યો ત્યા સેન્ટરના દરેક મેમ્બરસુને આ અંજનશલાકા ત્યા પ્રતિષ્ઠા માટે હાર્દિક ઉત્સાહ છે, તેથી આ કાર્ય સફળ થશે તેવી મને ખાત્રી છે અને મારી શુભેચ્છા પણ છે.
પ્રતિષ્ઠા પ્રસંગે આપ સૌને મારી શુભેચ્છા પાઠવુ છું.
શાસનસેવક રાજેન્દ્ર દલાલ નાં જયજીનેન્દ્ર
0િ :00 0 0 2 53000 0 0 0 0
છે
-