Book Title: Jain Center of America NY 2005 06 Pratishtha
Author(s): Jain Center of America NY
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 179
________________ નહીં મળતી હોય તો પ્રાર્થનાની જરૂર લાગે છે પણ રોટી મળતી હોય તો પ્રાર્થનાની જરૂર નથી લાગતી! જરૂર રોટીની હતી, પ્રભુની નહીં માટે સુખના સમયે જીવ પ્રાર્થના ભૂલી જાય છે. પ્રાર્થના એ તો પ્રભુ સાથેનું અનુસંધાન છે. આ અનુસંધાન વિના જીવવું ન ગમે, ન ફાવે ત્યારે માનવું કે પ્રભુભક્તિ છે. અને આવી ભક્તિ હોય તો સુખમાં પણ વિસ્મરણ નહીં થાય. વિસ્મરણનો પ્રશ્ન જ ઊઠતો નથી. કારણ કે તેને જોઈએ છે માત્ર અનુસંધાન - સુખ હોય કે દુઃખ! પણ દુ:ખમાં પ્રભુ જોઈએ અને સુખમાં ભૂલી જાય તેને પ્રભુપ્રાપ્તિમાં રસ નથી. તેને તો પ્રભુ દ્વારા સુખપ્રાપ્તિમાં રસ છે, એમ સિદ્ધ થાય છે. તમારી દશા કેવી છે! પ્રાર્થના માટે તમારી પાસે દિવસમાં સમય નથી. રાત્રે ઝોકાં ખાતાં ખાતાં ક્રમ પૂરો કરો છો. પણ જો ક્યારેક દિવસમાં કોઈ આફત આવી ગઈ તો તમને ગમે ત્યાંથી પ્રાર્થના માટે સમય મળી જાય છે! તમે કહો છો કે જુવાનીમાં સમય નથી, આવું બધું તો વૃદ્ધાવસ્થામાં થાય કરીશું. પણ જો જુવાનીમાં કોઈ બીમારી આવી જાય, આફત આવે તો તુરંત સમય મળી જાય છે. અચાનક આવશ્યક્તા ભાસવા લાગે છે. સ્વસ્થ હો છો ત્યારે જરૂરી નથી લાગતી, અસ્વસ્થ હો છો ત્યારે જરૂરી લાગે છે! તો આમાં જરૂરી શું છે પ્રભુ કે પરિસ્થિતિ? સુખદ પરિસ્થિતિની માંગ છે કે પ્રભુ સાથેના અનુસંધાનનો પોકાર છે? - પરમાત્મા પાસે સમ્રાટ થઈને જવું એટલે કોઈ ભૌતિક માંગ વિના, આકાંક્ષા વિના જવું. માંગ જ તમને ભિખારી બનાવે છે. આવી પ્રાર્થના ભીખ બની જાય છે. જેની પ્રાર્થનામાં કોઈ માંગ નથી, જેને માંગની વ્યર્થતાનો બોધ થયો છે, પ્રાપ્ત કરીને પણ દુઃખ અને પ્રાપ્ત ન કરીને પણ દુઃખ.....આ બોધ જેને થઈ ગયો છે તેને કંઈ માંગવાનું રહેતું નથી. મનની આ અવળચંડાઈથી જે પરિચિત થયો તેની કોઈ માંગ રહેતી નથી. માંગ ખોવાઈ ગઈ તો સમ્રાટ બની ગયો. જેને ઇચ્છવું વ્યર્થ લાગ્યું હોય, અપેક્ષા રાખવી એ જ વ્યર્થ ભાસ્યું હોય તે પરમાત્મા વરદાન આપશે તોપણ નહીં માંગે. તે જાણે છે કે માંગ એ જ સંસાર છે. ધાર્મિક માંગ કે સાંસારિક માંગ - આપણી બધી માંગોને જો સૂક્ષ્મતાથી તપાસીએ તો બધી માંગ સાંસારિક જ સિદ્ધ થશે કારણ કે માંગ કદી ધાર્મિક હોઈ જ ન શકે. માંગ એ જ સંસાર છે. અસંતોષ, વર્તમાનનો અસ્વીકાર એ જ માંગ છે અને એ જ અધર્મ છે. આપણે મોક્ષ માંગીએ છીએ એ પણ પરિ- સ્થિતિનો થાક હોય છે. આપણે માત્ર નામ બદલ્યું પણ ચાહત તો એ જ રાખી. માટે જેને માંગવું જ વ્યર્થ લાગ્યું છે તેનું ચિત્ત સમ્રાટ જેવું બની જાય છે. જે સમ્રાટ બનીને પરમાત્મા પાસે જાય છે, તે જ પરમાત્મમય થઈ શકે છે. જ્યારે સંતો કહે છે કે પરમાત્મા પાસે ભિખારી થઈને જવું ત્યારે તેનો અર્થ થાય છે શૂન્ય થઈને જાઓ. દીન થઈને જાઓ, અહંકારરહિત થઈને જાઓ. અક્કડતા છોડીને જાઓ, ઝોળી ફેલાય પણ ઝોળી કઈ ચીજથી ભરાય તેની કોઈc h o i c e(પસંદગી) નહીં. હૃદયનાં દ્વાર ખુલ્લા. કોઈ અક્કડતા નહીં. 213

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190