Book Title: Jain Center of America NY 2005 06 Pratishtha
Author(s): Jain Center of America NY
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 159
________________ શ્રી ઋષભદેવ પરમાત્માની સિદ્ધિઓ :૧ લલિત વિસ્તરા સ્તોત્રમાં આઠમી સદીમાં થઈ ગયેલા હરિભદ્રસૂરિજીએ જેમની ૩૩ વિશેષણોથી સ્તવના કરી છે. તેવા ઋષભદેવ પરમાત્મા આગળ 'સિદ્ધિ' શબ્દ બાહ્ય દૃષ્ટિએ અત્યંત વામણો લાગે, અલ્પાર્થ લાગે પરંતુ ઇતહાસની દૃષ્ટિ. કર્મસતાની વ્યવસ્થાની આ જુદી તરી આવતી સિદ્ધિમાં સૌથી પહેલી સિદ્ધિ છે પ્રભુનુ મનુષ્યજાત પ્રત્યેનું પ્રદાન. કાળચક્રના ગણિત પ્રમાણે અવસર્પિણી ચક્રના છ આરામાં ત્રીજા આરામાં ચોરાશી લક્ષપૂર્વ અને નવ્યાસી પક્ષ બાકી રહ્યા હતા. નૂતન પાષાણયુગ નજીક હતો, ત્યારે ઋષભદેવ પ્રભુનો જન્મ થયો. આ એક એવો કાળ હતો કે લોકો કલ્પવૃક્ષ પાસે માંગણી કરી જીવન જરૂરિયાતો પ્રાપ્ત કરી લેતા. પરંતુ કાળની અસરથી કલ્પવૃક્ષ વિચ્છેદ પામવા લાગ્યા. લોકો ક્ષુધાથી પિડીત થઈ ગયા ત્યારે રાજા ઋષભદેવે કુંભ બનાવી, તેને અગ્નિ પર મુકી અનાજને રાંધવાની કળા શીખવી. આમ પ્રભુએ શિલ્પોમાં પ્રથમ કુંભાકારનું શીલ્પ પ્રગટ કર્યું. ત્યાર પછી ઘર બાંધવાની, વસ્ત્રો તૈયાર કરવાની, ચિત્રો દોરવાની વગેરે કળા શીખવી. આમ પાંચ શિલ્પો કુંભકાર, ચિત્રકાર વર્ષકિ, વણકર, નાપિત દરેકના વીશ વીશ ભેદ થવાથી સૌ શિલ્પો પ્રગટ થયા. લોકોની આજીવિકાને માટે તૃણહ૨, કાષ્ઠહર, કૃષિ, અને વ્યાપાર વગેરે કર્મો ભગવતે ઉત્પન્ન કર્યા અને જગતની વ્યવસ્થારૂપી નગરીના જાણે અનુષ્પથ હોય તેમ શામ, દામ, ભેદ અને દંડ એ ચાર ઉપાયની કલ્પના કરી. મોટા પુત્ર ભરતને ૭૨ કળા શીખવી. બાહુબલિને પ્રભુએ હસ્તી, અશ્વ સ્ત્રી અને પુરૂષના અનેક પ્રકારના ભેદવાળા લક્ષણોનું જ્ઞાન આપ્યું. બ્રાહ્મિને જમણા હાથ વડે અઢાર લિપિઓ બતાવી અને સુંદરીને ડાબા હાથથી ગણિત બતાવ્યું. વસ્તુઓના માન, ઉન્માન, અવમાન તેમજ પ્રતિમાન પ્રભુએ બતાવ્યા અને મણિ વગેરે પરોવવાની કળા પણ પ્રવર્તાવી. ધનુર્વેદ, તથા વૈદકની ઉપાસના, સંગ્રામ, અર્થશાસ્ત્ર, બંધ ઘાત, વધ અને ગોષ્ઠી વગેરે પ્રવર્તવા લાગ્યા. પ્રભુએ કરેલું પ્રથમ પ્રાણિગ્રહણ જોઈને અદ્યાપિ લોકો પણ તે પ્રમાણે કરવા લાગ્યા. બીજાએ આપેલી કન્યાને પરણવું, ચૂડા, ઉપજ્ઞય, હવેડા વગેરેની પ્રથા ત્યારથી જ શરૂ થઈ. આ સર્વ ક્રિયાઓ સાવદ્ય હોવા છતાં પોતાનું કર્તવ્ય જાણનાર પ્રભુએ લોકોની અનુકંપાથી તે સર્વ પ્રવર્તાવી. તેમના અસ્નાય પૃથ્વી પર આજે પણ તે સર્વે કળા પ્રવર્તે છે. વિશ્વની સ્થિતિરૂપી નાટકના સૂત્રધાર પ્રભુએ ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિય એવા -છાયા શાહ, અમદાવાદ. ચાર ભેદથી લોકોના કુળથી રચના કરી. આમ ઋષભદેવે માણસજાતને ઉપયોગી એવી ઘણી કળા શીખવી તેથી બધા જ ઋષભદેવને તેઓના તારણહાર તરીકે માનતા હતા. તેઓ ઋષભદેવને કૃષિ-દેવતા તરીકે અથવા સૂર્ય-દેવતા તરીકે પૂજતા હતા કારણ કે તેઓ સર્વજ્ઞ ધર્મોપદેશક અને જ્ઞાનના સૂરજ સમ અને જગ ઉદ્ધારક હતા. 193 આમ પ્રભુએ જીવનનો મોટો ભાગ માનવજાતને સંસ્કારી જીવન કેવી રીતે જીવવું તે શીખવવામાં અને માનવજાતના ભલા માટે તેને લાભદાયી થાય તેવી શોધો કરવામાં ગાળ્યો હતો તે તેમની સૌથી મોટી સિદ્ધિ હતી. આવી છે. દૃષ્ટિ, કાળચક્રની ગોઠવણની દૃષ્ટિ કેન્દ્રમાં રાખીને વિચારીએ તો વર્તમાન ચોવીશીના દરેક તીર્થંકરોની કેવળ લક્ષ્મી એક જ સરખી હોવા છતાં ઋષભદેવ પરમાત્માની કેટલીક સિદ્ધિઓ જુદી તરીકે બોલાવતા અને ગ્રીક વગેરે લોકો તેમને 'એપોલો' તરીકે ઓળખતા. મોટા ભાગના લોકો તેમને વૃષભ-દેવ તરીકે પૂજતા હતા. ૠષભનાથ તરીકે ઓળખાતી 'રીસેફ'ની મૂર્તિ સાયપ્રસમાં (ઈ. સ. પૂર્વની ૧૨ મી સદીમા) અને અન્ય સ્થાનોમાં મળી આવે છે. તેના ઉપરથી સાબિત થાય છે કે તે દેશોમાં ઋષભનાથની પૂજા થતી હશે. ઋગવેદના એક મંત્રમા ઋષભદેવનો પ્રજાને સંપત્તિ આપનાર રાજા તરીકેનો ઉલ્લેખ આ વાતના પુરાવા શ્વેતાંબર ત્રિપુષ્ટિ શલાકા પુરૂષ ચૈત્રમાં અને જિનસેનના દિગંબર આદિપુરાણોમાં વિગતવાર જોવા મળે છે. ધ્વનિ શાસ્ત્રીઓ ઋષભને 'રીસેફ' કહીને થયેલો છે. (ઋ ૧, ૨, ૩, ૧૭૭) બ્રહ્માંડ પુરાણમાં ઋષભનાથને પૃથ્વી પરના ક્ષત્રિયોના પૂર્વસૂરિ તરીકે વર્ણવ્યા છે. (બ્રહ્માંડ પુરાણ પર્વ-૨ શ્લોક ૧૮) શીવપુરાણમાં પણ તેમનો ઉલ્લેખ છે. આમ ઋષભનાથની સમગ્ર માનવજાતના ઉધ્ધારક તરીકેની વિભાવના પ્રાચીન પૌર્વાત્ય અને પ્રાચીન પ્રશ્ચાત્ય લોકો વચ્ચેની એકતાને સુંદર રીતે પ્રતિબિંબિત કરે છે. જે જૈન પુરાણમાં સુંદર રીતે વર્ણવાયેલી છે. પ્રભુ ઋષભદેવ ભગવાનની બીજી મહાન સિદ્ધિ હતી સત્ય માર્ગનું માર્ગદર્શન. પ્રભુની માતાએ પ્રભુ જે રાત્રિએ ગર્ભમાં આવ્યા ત્યારે ચૌદ સ્વપ્નો જોયા તેમાં પ્રથમ ઋષભને જોયો તેનુ સ્વપ્નાર્થ બતાવતા કહેવામાં આવ્યું કે તમારો પુત્ર મોહરૂપી પંકમાં ખેંચી ગયેલા ધર્મરૂપી રથનો ઉધ્ધાર કરવામાં સમર્થ થશે. પ્રભુએ ભરતને રાજય સોંપી પોતે સંસારનો ત્યાગ કર્યો. સાધુત્વની મહાન પ્રતિજ્ઞા લઈ ત્યાં તેમણે કઠોર તપશ્ચર્યા આરંભી અને ઉંડા ધ્યાનમાં લીન થઈ ગયા. પ્રભુએ લોકોને ભૌતિક પ્રગતિ કેવી રીતે કરાય તે શીખવ્યું પણ પછી આધ્યાત્મિક પ્રગતિ જ જીવનનું ખરેખરું લક્ષ્ય છે, એવુ પોતાના આચરણ દ્વારા શીખવ્યું. પ્રભુએ લોકોને અહિંસા ધર્મનું મૂલ્ય સમજાવ્યું 'અહિંસા પરમો ધર્મ' આ સૂત્રના પ્રવર્તક ઋષભનાથ હતા. પ્રભુએ પોતાની દેશના દ્વારા સંસાર નિવાસથી ઉત્પન્ન થતા અનેક દુ:ખો સમજાવ્યા અને સાથે મોક્ષ પ્રાપ્તિમાં રહેલ મહાઆનંદનું સ્વરૂપ સમજાવ્યું. પ્રભુનો ઉપદેશ સાંભળી, કેટલાક રાજાઓ, મંત્રીઓ, સામતો, પ્રભુના પુત્રો દીક્ષા માર્ગે વળ્યા અને આધ્યાત્મિક પ્રગતિ સાધી તેની પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી. પ્રભુએ બતાવેલ માર્ગ પર ગતિ કરતા અનેક જીવો મોક્ષે ગયા. આ HO

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190