Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
ઉપકૃતિના આરે ઉભેલા, આશિષ અમૃતથી છલકાતાં અંતરમાંથી સતત પ્રેરણા વહાવનારા પૂ. ગુરુમાતા શ્રી રમ્યગુણાશ્રીજી મ.સા. સર્વે પૂજ્યોનાં પાવન પાદારવિંદમાં અહોભર્યા અંતરની વંદના...
જ્યારે... જે પુસ્તક-પ્રત જોઈએ તે ગમે ત્યાંથી શોધીને લાવવા... કામ પૂર્ણ થયે સરખા મૂકી દેવા... પાઠાંતરો લેવામાં, પૂફ રીડીંગમાં સતત સહાયક થનારા આ ગ્રંથ પ્રકાશનમાં એક મહત્ત્વનું પીઠબળ પૂરું પાડનારા સહવત્તિ આર્યાઓને પણ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું છું. અભ્યાસ કરાવવાથી માંડીને જ્યાં જ્યાં જે પ્રશ્નો થયા.. તેના વિના વિલંબે જવાબ આપ્યા... જ્યારે... જ્યાં... જે પુસ્તકની જરૂર પડી તે પુસ્તક... અથવા તેના જરૂરી પાનાનાં ઝેરોક્ષ કરાવી મોકલી આપ્યાં... નાદુરસ્ત તબિયતે પણ સદાય કામ માટે તત્પર એવા ઉપકારી અધ્યાપક શ્રી ચંદ્રકાંતભાઈનો... તથા જ્ઞાનદાતા શ્રી વ્રજલાલભાઈ, શ્રી રજનીકાંતભાઈ, શ્રી માણેકલાલભાઈ, શ્રી ધીરૂભાઈ, શ્રી મહેશભાઈ. વગેરે સારસ્વતપુત્રોને આ અવસરે યાદ કરીને ખૂબજ આભાર માનું છું. છેલ્લે જેણે સમય તથા સગવડ સામે નથી જોયું... મુફ કાઢવા સામે નથી જોયું... જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં પોતાનું કોમ્યુટર લઈને હાજર થયા... ૭-૭ મુફો કઢાવ્યા... કેટલાં તો સુધારા-વધારા કરાવ્યા... પાછા કાઢ્યાં... પાછા કરાવ્યા... પણ જરાય કંટાળ્યા વિના... ભારે જહેમત ઉઠાવીને આ પુસ્તક પ્રકાશનમાં પૂર્ણપણે સહાયક થનારા ભરત ગ્રાફિક્સ - ભરતભાઈને તથા તેમના લઘુબંધુ મહેન્દ્રભાઈને ખૂબ ધન્યવાદ આપીને એમનો પણ ખૂબજ આભાર માનું છું. પ્રાન્ત અજ્ઞતાને લીધે પુસ્તકમાં જ્યાં ભૂલ રહી ગઈ હોય તે માટે ત્રિવિધ મિચ્છામી દુક્કડમ્ સાથે વિદ્ધજ્જનોને પ્રાર્થના કે તે ક્ષતિને સુધારે... અંતમાં આધ્યાત્મિક રસથાળ સમા આ ગ્રંથના પઠનપાઠન દ્વારા કર્મક્ષય કરી સૌ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરો એ જ મંગલ મનીષા
(૪૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org