Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
આ ગ્રંથ જયારે પહેલી નજરે જોવાયો ત્યારે ઘણી બધી અશુદ્ધિઓ મુદ્રિત પ્રતમાં જણાતા સંસ્કૃત ભાષાના વિશારદ ને અભ્યાસુ સાધ્વી શ્રી દિવ્યગુણાશ્રીજીએ એનું સંશોધન હાથ ધર્યું. અનેક હસ્તલિખિત પ્રતો દ્વારા સૂમ-ઝીણવટભર્યા પ્રયાસપૂર્વક સંશોધિત થયેલ આ જ્ઞાનસાર-જ્ઞાનમંજરી પ્રકાશિત થઈ રહી છે....
પૂ.સા. શ્રી રમ્યગુણાશ્રીજી મ. (પૂ.બા.મ.)ના શિષ્યા સા. શ્રી દિવ્યગુણાશ્રીજીના અથાગ પરિશ્રમ-શ્રુતભક્તિનું આ સુંદર પરિણામ છે... જ્ઞાનસારના માધ્યમે સાધનાધારામાં ઊંડાણ પામવા ઈચ્છતા સાધકોને વધુ ઉપયોગી આ પ્રકાશન આદરણીય બનશે... સાધ્વીજી મ.ની આ યાત્રા સાફલ્યતાપૂર્વક આગળ વધતી રહો... - પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનનો લાભ શ્રી કૈલાશનગર જે.મૂ.પૂ. જૈન સંઘે લીધેલ છે. તેઓશ્રીની શ્રુતભક્તિની અને ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ...
પ્રાંતે જ્ઞાનસાર/જ્ઞાનમંજરી વૃત્તિના આલંબને સહુ આત્મવૃત્તિને જ્ઞાનમય બનાવી જ્ઞાનગુણમાં મસ્ત બને...
એ જ મંગલ કામના.
વિજય ભચેરિટેબલ ટ્રસ્ટ
ભીલડીયાજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org