Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
છે, તે જોતાં આ વિધાન તદ્દન વ્યાજબી ઠરે છે. આ અધ્યયનમાં પ્રભુએ, ગણધરદેવે તથા નિર્યુક્તિકાર તેમજ વૃત્તિકાર મહર્ષિઓએ તત્ત્વજ્ઞાનનો સાર અતિઅલ્પ પણ અતિગંભીર શબ્દોમાં આપણા માટે મૂકી આપ્યો છે. એ સાર-લોકસાર કેવોક છે, તેનો સ્વાદ આપણે ઉપાધ્યાયજી મહારાજની જ વાણી દ્વારા માણીએ :
લોકસાર અધ્યયનમાં સમકિત મુનિભાવે મુનિભાવે સમકિત કહ્યું, નિજ શુદ્ધ
સ્વભાવે
(૧૨૫ ગાથાનું સ્તવન, ઢાળ)
मन्यते यो जगत्तत्त्वं स मुनिः परिकीर्तितः । सम्यक्त्वमेव तन्मौनं मौनं सम्यक्त्वमेव वा ॥ ( ज्ञानसारः १३/१) તો જરા નિર્યુક્તિકાર શ્રુતકેવલી ભગવંતના મુખે પણ સાર શબ્દનું ભાષ્ય સાંભળી લઈએ :
लोगस्स उ को सारो ? तस्स य सारस्स को हवइ सारो ? । तस्स य सारो सारं जइ जाणसि पुच्छिओ साह ॥ २४४ ॥
કે
આ ગાથા વાંચીએ ત્યારે પ્રથમ ક્ષણે તો એમ જ થાય મનમાં, કે આ તે નિર્યુક્તિની ગાથા છે કે કોઈ પ્રહેલિકા (સમસ્યા, ઉખાણું) છે ? નિર્યુક્તિકારે અત્યંત પ્રસન્નભાવે પૂછ્યું છે આ ગાથામ્યું કે “લોકનો સાર શો છે ? વળી એ સારનો સાર શો હશે ? અને એ સારનાય સારનો પણ સાર શો હોઈ શકે ? તને જાણ હોય તો કહે !
કૃપાનિધાન નિર્યુક્તિકાર વળી આનો ઉત્તર/ઉકેલ પણ પોતે જ આપી
દે છે ઃ
-
लोगस्स सारं धम्मो धम्मं पि य नाणसारियं बिति । नाणं संजमसारं संजमसारं च निव्वाणं ॥ २४५ ॥
(આચા. અધ્ય. ૫, ઉ. ૧ નિર્યુક્તિ) અર્થાત્, “લોકનો સાર ‘ધર્મ' છે; ધર્મનો સાર વળી ‘જ્ઞાન’ છે; જ્ઞાનનો સાર છે ‘સંયમ’; અને સંયમનો સાર છે ‘નિર્વાણ’”.
મારી એક કલ્પના છે કે ઉપાધ્યાયજીને પોતાની ઉત્કૃષ્ટ રચનાનું નામ ‘જ્ઞાનસાર’ રાખવાની પ્રેરણા આ તોફ્સાર અધ્યયન અને તેના પરની
(૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org