Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
પુત્રને જન્મ આપ્યો, અને તેનું નામ દેવચંદ્ર પાડ્યું. તે આઠ વર્ષનો થયો ત્યારે ત્યાં વિહાર કરતા રાજસાગર ઉપાધ્યાય આવ્યા અને તેમને માતપિતાએ પોતાના પૂર્વના સંકલ્પ પ્રમાણે દેવચંદ્રને અર્પણ કર્યો.
- ત્યારબાદ રાજસાગર ઉપાધ્યાયે વિ.સં. ૧૭પ૬ માં દેવચંદ્રને પ્રથમ દીક્ષા આપી તથા જિનચન્દ્રસૂરિએ વડી દીક્ષા આપી અને તેમનું નામ રાજવિમલ રાખ્યું. વર્ષો પછી રાજસાગર ઉપાધ્યાયે દેવચંદ્રજીને સરસ્વતીનો મંત્ર આપ્યો, જેથી તેમણે બેલાડા ગામમાં વેણા નદીના કાંઠે ભોંયરામાં બેસી સરસ્વતીનું આરાધન કર્યું. સરસ્વતી પ્રસન્ન થયાં અને તેમની જિલ્લામાં વાસ કર્યો. પછી દેવચંદ્રજીએ વ્યાકરણ, કાવ્ય, કોશ, અલંકારાદિ તથા તત્ત્વાર્થ, આવશ્યકબૃહવૃત્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, કર્મગ્રન્થ, કર્મપ્રકૃતિ તથા આગમ ગ્રન્થોનો અભ્યાસ કર્યો. અને હેમચંદ્રાચાર્ય, હરિભદ્રાચાર્ય અને ઉ. યશોવિજયજી વગેરેના ગ્રથો સારી રીતે પરિચિત કર્યા. તદુપરાંત દિગંબરીય ગોમટ્ટસાર વગેરે ગ્રન્થોનું વાંચન કર્યું. તેઓએ મુલતાનમાં ચાતુર્માસ કરી વિ.સં. ૧૭૬૬માં શુભચંદ્રાચાર્યકૃત જ્ઞાનાર્ણવ ઉપરથી ધ્યાનદીપિકા ચતુષ્પદી રચી. વિ.સં. ૧૭૬૭ માં પદ્રવ્યના વર્ણનરૂપ દ્રવ્યપ્રકાશની રચના કરી. સં. ૧૭૭૪ માં રાજસાગર ઉપાધ્યાય અને સં. ૧૭૭૫ માં જ્ઞાનધર્મ પાઠકનો સ્વર્ગવાસ થયો. ત્યારબાદ સં. ૧૭૭૬ માં પોતાના મિત્ર દુર્ગાદાસને સમજાવવા મટકોટમાં આગમસારની રચના કરી. સં. ૧૭૭૭ માં દેવચંદ્રજી ગુજરાતમાં પાટણ શહેરમાં પધાર્યા. ત્યાં તેમણે પાપ અને પરિગ્રહ દૂર કરી ક્રિયોદ્ધાર કર્યો. સં. ૧૭૭૮ માં તેમના ગુરુ દીપચંદ્રજી પાઠક સ્વર્ગસ્થ થયા. ત્યારબાદ દેવચંદ્રજી નવાનગર આવ્યા અને ત્યાં તેમણે ૧૭૯૬ ના કાર્તિક સુદી ૫ મે જ્ઞાનસારની જ્ઞાનમંજરી ટીકા સંપૂર્ણ કરી.
દેવચંદ્રજી ઉત્તમ વ્યાખ્યાનકાર હતા અને તેમનું વ્યાખ્યાન તત્ત્વજ્ઞાનમય હતું. તેઓ ખરતરગચ્છના હોવા છતાં તેમને ગચ્છનો
(૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org