Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
૧-૨ માં મુદ્રિત થઈ છે. કોઈ કોઈ કૃતિ પાછળથી મળી છે તે અન્ય સ્થળેથી પ્રગટ થઈ છે. કેટલીક અપ્રગટ અને અનુપલબ્ધ પણ છે.
વિચારસાર ટીકા (સંસ્કૃત) વિચારસાર પ્રકરણ ઉપર, કર્મસંવેધ પ્રકરણ, કર્મગ્રન્થ ટબ્બાર્થ, જ્ઞાનમંજરી (સંસ્કૃત) આગમસાર (ગદ્ય) નયચક્રસાર (ગદ્ય) (હિંદી અનુવાદ સાથે પ્રકા. રત્નપ્રભાકર જ્ઞાનપુષ્પમાળા ફલોદી) શ્રીયંત્રપદ્ધતિ (સંસ્કૃતમાં ત્રુટક મળે છે.) સં. ૧૮૦૧માં ખંભાતમાં રચના. અધ્યાત્મપ્રબોધ (મૂળ ગ્રંથ અપ્રગટ છે. સા. સજ્જનશ્રીનો હિંદી અનુવાદ પ્ર. પુણ્ય સ્વર્ગપીઠ જયપુર) ધ્યાનદીપિકા ચતુષ્પદી (શુભચન્દ્રજીના જ્ઞાનાર્ણવ આધારિત દેવચન્દ્રજીની પ્રથમ રચના ૧૯ વર્ષની વયે સં. ૧૭૬૬ માં.) ગુરુગુણષત્રિશિકાસ્તબક દ્રવ્યાકાશ (વ્રજભાષામાં આ રચના થઈ છે. બનારસીદાસ મતનું ખંડન અને મિત્ર દુર્ગાદાસના પ્રતિબોધ માટે બિકાનેરમાં સં. ૧૭૬૭માં ચના થઈ છે. સાધ્વી સર્જનશ્રીનો હિંદી અનુવાદ પ્રકા. અભયજૈન ગ્રંથમાળા બિકાનેર) અધ્યાત્મગીતા (આ.ભ. કલાપૂર્ણસૂરિ મ. ના ગુજરાતી વિવેચન સાથે અંજારથી અને હિંદી વિવેચન સાથે જૈન ભવન કલકત્તાથી પ્રકાશિત છે.) વિચારરત્નસાર (૩રર પ્રશ્નોત્તરનો આ ગદ્ય ગ્રંથ હિંદીઅનુવાદ સાથે જયશ્રી પ્રકાશન કલકત્તાથી પ્રકાશિત છે.) વિવિધ પ્રશ્નોત્તર (ગદ્ય) (જુદા જુદા સંઘો વ્યક્તિઓના પ્રશ્નોના ઉત્તર)
૧. શ્રી બુદ્ધિસાગરસૂરિ મ.સા.એ આગમસારનું ૧૦૦ વાર પારાયણ કર્યું હતું એમ જાણવા મળે છે.
(૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org