Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
શ્રી દેવચન્દ્રજી કવિ હતા અને તેમની કવિતાનો વિષય ભક્તિ, વૈરાગ્ય, અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાન હતો. તેમના સ્તવનો ભાવવાહી અને તાત્ત્વિક છે. સામાન્ય જનસમાજને ઉપકાર થાય તે માટે સંસ્કૃતભાષામાં નહિ લખતાં લોકભાષામાં જ ઘણા ગ્રન્થોની રચના કરી છે. તેમણે કહ્યું છે કે
संस्कृत वाणी वाचणी कोइक जाणे जाण । ज्ञाता जनने हितकर जाणी भाषा करुं वखाण ॥
ध्यानदीपिका ४ એકંદરે તેમના ગ્રંથોમાં વિદ્વત્તા કરતાં આત્મજ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય અને ભક્તિની પ્રધાનતા છે. જિજ્ઞાસુને આત્મજ્ઞાનની તત્પરતા કરે એવી તેમની ઉપદેશાત્મક શૈલી છે.
તેમને શુદ્ધ જ્ઞાન, શુદ્ધ ક્રિયા તરફ પ્રેમ હતો. તેમણે શુષ્ક જ્ઞાન અને ક્રિયાજડતાનો નિષેધ કર્યો છે. જ્ઞાનસાર એ તેમનો પ્રિય ગ્રન્થ હતો, તેમણે જ્ઞાનમંજરી ટીકાની સમાપ્તિમાં લખ્યું કે મોક્ષમાર્ગમાં પ્રયાણ કરનારે ભાતા સમાન આ જ્ઞાનસાર અભ્યાસ કરવા યોગ્ય છે.
છેવટે તેમણે “આ જ્ઞાનમંજરીની ટીકાના વાંચન અને અભ્યાસથી મને જે લાભ થાય તેથી હું ધર્મસાધક થાઉં અને બીજા ભવ્ય જીવો પણ ધર્મસાધનામાં તત્પર થાય', એ ઇચ્છા પ્રદર્શિત કરી જ્ઞાનમંજરી ટીકા સમાપ્ત કરી છે.” સાહિત્ય :
ઉપાધ્યાય દેવચન્દ્રજીએ વિપુલ પ્રમાણમાં સાહિત્ય-સર્જન કર્યું છે. સંસ્કૃતમાં ટીકાઓ લખી છે. વ્રજ અને હિંદી ભાષામાં કૃતિઓ રચી છે. દેવચન્દ્રજીએ એમના જીવનના છેલ્લા ૩૩-૩૪ વર્ષ ગુજરાતમાં જ ગાળ્યા હોઈ ગુજરાતીમાં પણ મોટા પ્રમાણમાં સર્જન કર્યું છે. આ બધી કૃતિઓનો વિસ્તૃત પરિચય ઉપા. લલિતપ્રભસાગરજીના અને સાધ્વી આરતીના પુસ્તકમાં અપાયો છે. અહીં ટૂંકમાં નિર્દેશ કરાય છે. ઉપા. દેવચન્દ્રજીની મોટાભાગની કૃતિઓ શ્રીમદ્ દેવચન્દ્ર ભાગ
(૨૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org