Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
ગન્ધહસ્તી ટીકાને અનુસરીને શુદ્ધિ-વૃદ્ધિ કરેલ છે... કેમકે આટલો ટીકાગ્રંથ બહુ જ કઠીન અને વિદ્વદ્વાચ્ય હતો.
આ ટીકાખંડને વાંચવા માટે પ્રથમ તત્ત્વાર્થનું ૧૩૫ સૂત્રમાં આવેલ ૭ નયનું વાંચન સારસ્વતસુત શ્રી રજનીકાંતભાઈ પાસે ચાલુ કર્યું. તેઓશ્રીએ એ નયની ખૂબ જ સૂક્ષ્મતાથી સમજ આપી રહ્યા હતાં... પંક્તિ એ પંક્તિ કયા પ્રશ્નનાં પ્રત્યુત્તર રૂપે છે? તેની પહેલાં પ્રશ્ન સમજાવે... જે ટીકાગ્રંથમાં આપ્યો જ ન હોય... પછી પ્રત્યુત્તર સમજાવે... પછી ગ્રંથની પંક્તિ વંચાવે... ખૂબ જ ઉંડાણથી ૩-૪ નયનું જ્ઞાન આપ્યું...તેઓશ્રીને અમદાવાદ સ્વગૃહે જવાનું થયું... મારે સમજવાનું અધુરું રહ્યું... પછી જ્યારે જ્યારે મળ્યાં ત્યારે ત્યારે ઉઘરાણી કરી, તેઓશ્રી આપવા માટે તૈયાર... પણ સમયાભાવ... સ્થિરતાભાવ...નાં ભસ્મગ્રહ નડ્યા અને અચાનક તેઓશ્રીએ ચિરવિદાય લીધી... આ અવસરે કૃતજ્ઞતાનાં દાવે અહોભાવભર્યા હૈયે એમની સ્મૃતિ થઈ આવે એ સહજ છે... ખરેખર ! એક દર્શનશાસ્ત્રનાં અદ્વિતીય વિદ્વધર્યશ્રીની ન પૂરી શકાય એવી ખોટ પડી છે. જે ખૂબ જ દુઃખદાયી બની છે. આજે તેઓશ્રીને ભાવાંજલિ આપતાં હૈયું ભરાઈ જાય છે... પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે તેઓશ્રીના આત્માને સદા-સર્વદા શાંતિ આપે... ત્યારબાદ ૩-૪ નયનો ટીકાખંડ પ્રાધ્યાપકશ્રી ચંદ્રકાંતભાઈએ પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં ૬-૬ કલાકનો સમય આપીને બરોબર સમજાવ્યો... અલ્પવિરામ... પૂર્ણવિરામ ક્યાં કરવા ? અપૂર્ણ પાઠની પૂર્ણતા... ફૂટનોટ વિ. ની સુંદર સમજણ આપી એ ઉપકાર ક્યારેય નહીં વિસરાય... આજે પણ જ્યાંથી જે પુસ્તક-પ્રત મંગાવવા હોય એને વિના વિલંબે પહોંચતા કરે... જે કાંઈ શંકાઓ હોય એના સમાધાન ખૂબ જ સુંદર રીતે આપ્યા છે... એમની લાગણી-વત્સલતાભરી ઉપકૃતિ ક્યારેય નહીં વિસરાય. ત્યારબાદ આ ૭ નયનો વૃત્તિ વિભાગ શક્ય પ્રયત્ન સુધાર્યો છતાં કોઈ ક્ષતિ ન રહી જાય એ હેતુથી સ્વાધ્યાયસંગી ગણિવર્યશ્રી પૂ. યશોવિજયજી મહારાજાને એટલા પાનાનું ઝેરોક્ષ કરાવીને તપાસવા મોકલ્યા. કરૂણાદષ્ટિમય પૂજ્યશ્રીએ પણ પોતાની અનેકવિધ શાસનપ્રવૃત્તિ... સ્વાધ્યાયયાત્રાને સ્થગિત કરી... આ વૃત્તિ સૂક્ષ્મક્ષિકાએ તપાસી જરૂરી
(૩૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org