Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
| ગઈ નમઃ | I શ્રી શશ્વર પાર્શ્વનાથાય નમઃ |
શ્રી તવામિને નાદ છે શ્રી શારલા નમઃ | શ્રી ગુરુમા રમઃ
Tી) પાદકીયા
અચિત્ય ચિન્તામણી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાજીનાં શ્રી ચરણોમાં અહોભાવ ભર્યા અંતરની અવનામાવલી
શાંતિકરણ શ્રી શાંતિનાથ દાદાજીનાં શ્રીચરણોમાં અનંતાનંત વંદનવીથિ
પરમતારક પરમોપકારી પૂ. ગુરુદેવશ્રીનાં પાવનપાદારવિંદમાં પ્રણામપંક્તિ... ગ્રંથ સંશોધન પ્રારંભની મંગલ ઘડી ?
શ્રી ભીલડીયાજી પાર્થપ્રભુના સુહાના સાનિધ્યમાં જ્ઞાનસારજ્ઞાનમંજરી ટીકા વાંચવાની ઈચ્છા થઈ. બે-ચાર સહાધ્યાયીઓ સાથે વાંચન ચાલુ થયું. પણ અશુદ્ધિ ખૂબ જ લાગી અને એ જ અવસરે પૂ. ગુરુદેવશ્રીનાં પાવનમુખહિમાદ્રિમાંથી પ્રેરણાની ગંગોત્રી પ્રગટી કે આને શુદ્ધ કરી દે. ત્યારે મનમાં એમ કે થોડા શાબ્દિક સુધારા કરવા... પણ પછી તો એક પછી એક હસ્તપ્રતોની નાની નાની સરિતાઓ મળતી ગઈ અને ગંગોત્રી રૂપે રહેલ આ જ્ઞાનમંજરીનું કાર્ય વિરાટ ગંગારૂપે થઈ ગયું... ખરેખર ! મૂળ ગ્રંથકાર પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ જ્ઞાનનો સાર = અર્ક – નિચોડ બધો જ જેમાં ભરી દીધો છે. એવો જ્ઞાનસારગ્રંથ અનેક સાધકાત્મા... મહાત્માઓનાં મુખારવિંદમાં ભ્રમરરૂપે ગુંજન કરી રહ્યો છે. એમાંય કૈવલ્યનાં કિનારેથી વહેતી થયેલી દેવચન્દ્રજી મહારાજાની (કહેવાય છે કે જેઓ શ્રી વર્તમાનમાં શ્રી સીમંધર સ્વામિજીની પાસે કેવલી પર્ષદાને
(૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org