Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી. ત્યારબાદ ભાવનગરના સંઘના ભંડારની જ્ઞાનમંજરી ટીકાની પ્રત શેઠ કુંવરજીભાઈ આણંદજી તરફથી મળી. પરંતુ તે પ્રત પણ અશુદ્ધ અને તેના અક્ષરો ભુંસાઈ ગયેલા હતા. છતાં અનુવાદ કરવામાં તેની મદદ મળી છે (નિવેદન પૃ. ૬. જ્ઞાનસારજ્ઞાનમંજરીના અનુવાદ સહપ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડળ ખંભાત, વડવા, વિ.સં. ૧૯૯૬.)
જ્ઞાનમંજરી ટીકામાં વાક્યો ટુંકા અને સમાસરહિત હોવાથી વાંચવામાં સરળ પડે તેવી છે. તે કાળમાં જે પ્રચલિત સંસ્કૃત હતું તેમા સંસ્કૃતવ્યાકરણથી અમાન્ય પ્રયોગો પણ આવતા. જ્ઞાનમંજરીમાં પણ આવા પ્રયોગો જ્યાં જ્યાં છે ત્યાં સંપાદિકાએ નિર્દેશ કર્યો છે.
ધન્યવાદ :
જોકે અશુદ્ધિબહુલ - જ્ઞાનમંજરી ટીકાનું સંશોધન કાર્ય પડકારરૂપ હતું જ. સંપાદિકા સાધ્વી દિવ્યગુણાશ્રીએ આ પડકાર ઝીલી લીધો. પુષ્કળ હસ્તપ્રતો મેળવી. ઉભી થતી સમસ્યાઓના ઉકેલ માટે અનેક વિદ્વાનો સાથે પરામર્શ કર્યો. એ માટે ખાસ વિહારો કર્યા. સંપાદિકાની દીર્ઘ તપસ્યાના ફળ રૂપે આપણને આ સુંદર સંસ્કરણ મળ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
આ પૂર્વે પણ સંપાદિકાએ શાંતિનાથચરિત્ર (માણિક્યસૂરિ મ.) દાનોપદેશમાળા જેવા અપ્રગટ ગ્રંથોને વિવિધ હસ્તપ્રતોના આધારે પરિશ્રમપૂર્વક શુદ્ધ કરી પ્રકાશમાં લાવવા સુંદર પ્રયાસો કર્યા છે. આવા બીજા પણ ગ્રંથરત્નોનું સંપાદિકા સાધ્વીજી સંપાદન સંશોધન કરે એ જ આશા અને આશીર્વાદ.
વિ.સં. ૨૦૬૪, મહા વ. ૭
તા. ૨૮-૨-૨૦૦૮
કોરડા (ઉ. ગુજરાત) શ્રી મુનિસુવ્રતસ્વામી-પ્રતિષ્ઠાદિવસ
Jain Education International
(૩૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org