Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
અન્ય ટીકા : આ પછી પણ કોઈક પંડિતે સંસ્કૃતમાં ટીકા રચી છે પણ તેની વિગત અત્યારે ઉપલબ્ધ ન હોવાથી અહીં લખી નથી.
• અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. પૂ.આ. શ્રી વિ. કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યો પૂ.પં. શ્રી મુક્તિચન્દ્રવિજયજી – પૂ. પં. શ્રી મુનિચન્દ્રવિજયજી દ્વારા વિરચિત જ્ઞાનસારનો ગુજરાતી સમશ્લોકી પદ્યાનુવાદ પણ મુદ્રિત થયેલ છે. આ. શ્રી ભદ્રગુપ્તસૂરિ મ.સા.નું વિવેચન પણ ઘણું પ્રસિદ્ધ થયું છે. ગ્રંથકાર :
શ્રીમદ્ દેવચંદ્રજી ખરતરગચ્છની પરંપરામાં થયા છે. જ્ઞાનમંજરીની પ્રશસ્તિમાં ગુરુપરંપરા આપી છે. એમનું સાહિત્ય ગચ્છીય સીમાડાથી પર છે. તપગચ્છના મુનિરાજો જિનવિજય, ઉત્તમવિજય, વિવેકવિજય વગેરેને દેવચન્દ્રજીએ અધ્યયન કરાવેલું.
વાચક દેવચન્દ્રજીના ઉપલબ્ધ બધા સાહિત્યને સહુ પ્રથમ પ્રગટ કરવાનું શ્રેય પણ તપગચ્છના શ્રીમદ્ આ.ભ. બુદ્ધિસાગરસૂરિ મ. ને જાય છે. ત્યાર પછી પણ તેમનું સાહિત્ય પ્રગટ કરીને તે પ્રમાણે સાધનામય જીવન જીવીને તપાગચ્છીય અધ્યાત્મયોગી આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજીએ શ્રીમદ્ દેવચન્દ્રજી મ. ને પુનઃ પ્રકાશમાં આપ્યા. વાચક દેવચનાજીનું જીવન કવન :
શ્રીમદ્ દેવચન્દ્રજીના જીવન-કવન વિષે ઘણા સ્થળોએથી ઘણું સાહિત્ય બહાર પડેલ છે. એમાં વિસ્તાર અને વિગતોની પ્રચુરતાના કારણે વિશેષ ઉલ્લેખનીય બે ગ્રંથો પ્રાકૃત ભારતી અકાદમી જયપુરથી પ્રગટ થયા છે.
૧. “શ્રીમદ્ દેવચન્દ્ર સમગ્ર અનુશીલન' - લે. સાધ્વી આરતિ.
૨. “ઉપાધ્યાય દેવચન્દ્ર જીવન, સાહિત્ય ઔર વિચાર-લે. મહોપાધ્યાય લલિતપ્રભસાગર.
(૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org