Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
- “ન્યાયાચાર્યે દીપિકા નામની ૩૮૦૦ શ્લોકપ્રમાણ ટીકા રચી છે.' પણ આ સિવાય ક્યાંય જ્ઞાનસાર ઉપર સ્વોપજ્ઞટીકાની વાત સાંભળવા મળી નથી એટલે સ્વોપજ્ઞટબ્બાનો ભૂલથી દીપિકા તરીકે ઉલ્લેખ થયો હોય એવું બને.
સ્વોપજ્ઞ બાલાવબોધ : જ્ઞાનસાર ઉપર ઉપાધ્યાયજીએ સ્વયં સંક્ષિપ્ત ગુજરાતી વ્યાખ્યા લખી છે. આ વ્યાખ્યા ટબ્બો કે બાલાવબોધ તરીકે ઓળખાય છે. આમાં જ્ઞાનસારના શ્લોકનો સામાન્ય અર્થ કરવાનો ઈરાદો કર્તાએ રાખ્યો જણાય છે.
આ સ્વપજ્ઞટબ્બો બે-ત્રણ સ્થળેથી પ્રકાશિત થયો છે. તાજેતરમાં આ. પ્રદ્યુમ્નસૂરિ મ.સા. દ્વારા અનેક હસ્તપ્રતોના ઉપયોગપૂર્વક સંશોધિત સંપાદિત થઈ પ્રકાશિત થયો છે તે વિશેષ ઉપયોગી થાય તેવો છે. પ્રકા. “શ્રુતજ્ઞાન પ્રસારક સભા' અમદાવાદ.
- જ્ઞાનમંજરી ટીકા : “જ્ઞાનસાર' ઉપર એક વિશદ વ્યાખ્યાની જરૂર હતી તે શ્રીમદ્ દેવચન્દ્રજીએ પૂરી કરી. દેવચન્દ્રજીએ વિ.સં. ૧૭૯૬માં પોતાની કારકિર્દીના અંતિમ વર્ષોમાં જ્ઞાનમંજરી રચી છે. (મોહનલાલ દેસાઈએ દેવચન્દ્રજીની કારકીર્દી ૧૭૬૬-૧૭૯૬ બતાવી છે. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પારા ૯૭૭)
જ્ઞાનમંજરીકાર દેવચન્દ્રજીથી એક સૈકા પૂર્વે તપાગચ્છમાં પણ દેવચંદ્રજી નામના મુનિરાજ થયા છે. તેઓએ વિ.સં. ૧૬૯૫ માં
શત્રુંજય તીર્થપરિપાટી” ની રચના પણ કરી છે. પરંતુ જ્ઞાનમંજરીકાર દેવચન્દ્રજી ખરતરગચ્છની પરંપરામાં થયા છે. એમણે સંસ્કૃતમાં અને વિશેષ કરીને હિન્દી-ગુજરાતીમાં ઘણી રચનાઓ કરી છે. એમાં પણ ચોવીસી અને એનો બાલાવબોધ તો ભક્તિમાર્ગમાં “માઈલ સ્ટોન” કૃતિ છે. દેવચન્દ્રજીની ઉપલબ્ધ બધી કૃતિઓ “શ્રીમદ્ દેવચન્દ્ર' એ નામે બે ભાગમાં પ્રગટ થયેલી છે. પ્રકાશક “અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ.' એનું પુનર્મુદ્રણ પણ જિનશાસન આ. ટ્રસ્ટ દ્વારા થયું છે. જ્ઞાનમંજરી
(૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org