Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
આવકાર
આ.વિજય મુનિચન્દ્રસૂરિ
મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવરની અનૂઠી કૃતિ જ્ઞાનસાર પ્રકરણ ઉપરની શ્રીમદ્ દેવચન્દ્રજીની વિશદ વ્યાખ્યાત્મક ‘જ્ઞાનમંજરી ટીકા'નું અનેક હસ્તલિખિત પ્રતોના આધારે સંશોધન-સંપાદન થઈ પ્રકાશન થઈ રહ્યું છે તે ઘણા આનંદનો વિષય છે.
મહોપાધ્યાયશ્રીનું જીવન-કવન જાણીતું છે.
સિદ્ધપુરમાં વિ.સં. ૧૭૧૧ના દીપાવલીના દિને ૧૨ચાયેલ જ્ઞાનસાર પ્રકરણ પણ શ્રી સંઘમાં વિશેષ પ્રચલિત છે. અનેક સાધુસાધ્વીજી અને મુમુક્ષુઓ આજે પણ જ્ઞાનસાર કંઠસ્થ કરે છે.
‘જ્ઞાનસાર’ એના નામ પ્રમાણે જ ‘ગાગરમાં સાગર’ના દર્શન કરાવે છે. ઉપાધ્યાયજી મ. એ રચેલી આ કૃતિમાં ગ્રંથકારના વિશાળ વાંચન-ચિંતન-મનનનો અર્ક નજરે પડે છે.
વિ.સં. ૧૦૮૬ માં દિગંબર સંપ્રદાયના મુનિ પદ્મસિંહએ ૬૨ ગાથામાં ‘નાણસાર' ગ્રંથ રચ્યો છે એનું અનુકરણ પ્રસ્તુત ગ્રંથના નામકરણમાં કર્યું જણાય છે. (આ ગ્રંથ માણેકચંદ દિગંબર ગ્રંથમાળામાં વિ.સં. ૧૯૭૫ માં પ્રગટ થયો છે.) ખરતરગચ્છના ધર્મચન્દ્રગણિના શિષ્ય મતિનંદનગણિએ પણ ‘જ્ઞાનસાર' નામે રચના કરી છે.
જ્ઞાનસાર ઉપર વ્યાખ્યા સાહિત્ય :
જિનરત્નકોશ ભા. ૧ પૃ. ૧૪૯ માં શ્રી વેલણકરે લખ્યું છે કે
૧. જો કે જ્ઞાનસારના અંતે દીપાવલીનો ઉલ્લેખ છે ત્યાં સંવત આપી નથી પરંતુ સિદ્ધપુરમાં દિવાલ ઉપર વિ.સં. ૧૭૧૧ માં જ્ઞાનસાર રચના થયાની વિગત છે એમ પં. મુનિચન્દ્રવિ. ગણી પાસેથી જાણવા મળ્યું છે.
(૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org