Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
જ નિક્ષેપનું તેમજ નયોની દષ્ટિએ મન કોણ તેનું નિરૂપણ બીજા અષ્ટકના પ્રથમ શ્લોકમાં જોવા મળે છે. અને આવું પ્રતિપાદન અનેક સ્થળે જોવા મળે છે. કોઈપણ મુદ્દાને નય-નિક્ષેપની દૃષ્ટિથી તોલવા-મૂલવવાની શ્રીમદ્જીની વિલક્ષણ પ્રતિભાનો તથા સ્યાદ્વાદપ્રીતિનો, આથી, અંદાજ આવી શકે છે.
શ્રીમજી કોરા શાસ્ત્રજ્ઞ નથી, પણ અનુભવજ્ઞાની પણ છે. શ્રુતમય બોધ તીવ્ર હોવાની સાથે સાથે તેમનો ભાવનામય બોધના પ્રદેશમાં પણ પ્રવેશ હોવાનું, તેમનાં સહજ ભાવે થયે જતાં, માર્મિક અને વેધક પ્રતિપાદનો પરથી, કળી શકાય તેમ છે. આને કારણે કોઈપણ વિષયની વિશદ પ્રસ્તુતિ તેમને સહજ છે. પોતે તે તે પ્રતિપાદ્ય મુદ્દા પરત્વે કોઈપણ પ્રકારના સંદેહનો કે દ્વિધાનો ભોગ નથી બન્યા; સ્પષ્ટ છે. તેથી તેમના દ્વારા થતું સ્પષ્ટ પ્રતિપાદન આપણને પણ અસંદિગ્ધ સમજણ આપી શકે છે. એમની અનુભવજ્ઞાન-પ્લાવિત વાણીના થોડાક સ્ફલિગો અહીં નોંધીએ :
• મનાષ્ટ (કે મનતાણ) ના પાંચમા શ્લોકમાં ભગવતીસૂત્રના હવાલા સાથે તેજોલેશ્યાની વૃદ્ધિની વાત ઉપાધ્યાયજી મહારાજે નિરૂપી છે. ભગવતીજીમાં કેટલા સંયમપર્યાયવાળા સાધુની તેજોલેશ્યા કેવી હોય તેનું પ્રતિપાદન આવે છે. તે કેવા પ્રકારના સાધુને હોય, તેનો ખુલાસો “મનતાના સંદર્ભમાં ‘ફલ્થપૂતયે' કહીને ઉપાધ્યાયજીએ આપ્યો છે. પણ શ્રી દેવચન્દ્રજી તેનું વિશદીકરણ કરતાં, ૧. તેજોલેશ્યાની વ્યાખ્યા અને ૨. સૂત્રગત આ પ્રતિપાદન કોને લાગુ પડે તેની ચોખવટ એટલી સરળ-સહજપણે કરી આપે છે કે આપણા મનમાં તે વિષે કોઈ નનુ ર વ ન રહે. જુઓ -
१. तेजोलेश्या सुखासिका ।। २. एतच्च श्रमणविशेषमेवाश्रित्योच्यते, न पुनः सर्व एवंविधो भवति ॥
આ જ પ્રસંગમાં તેમણે સંયમસ્થાન-પ્રરૂપણા લંબાણપૂર્વક કરી છે, તેમાં પણ શાસ્ત્રાનુસારી એક માર્મિક વિધાન કરીને પ્રરૂપણાને ખૂબ વિશદ બનાવી દીધી છે. આ રહ્યું તે વિધાન :
आदितः अनुक्रमसंयमस्थानारोही नियमात् शिवपदं लभते । प्रथममेव उत्कृष्ट-मध्यम-संयमस्थानारोही नियमात् पतति ॥
(૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org