Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
કોઈ તૂટેલો અંશ પૂરાય છે તેવું નથી; તે તો યથાવત્ પૂર્ણ ભારત જ રહે
બહુ ઊંચી અને ઊંડી વાત છે આ. જ્ઞાનસારનો પહેલો શ્લોક, મારી દૃષ્ટિએ, ઉપનિષદના આ સૂક્તની ઊંચાઈને આંબે છે.
જ્ઞાનસાર પ્રકરણ વિષે આવું તો ઘણું ઘણું કહી શકાય. કેટલું કહેવું? ઉપાધ્યાયજી મહારાજે આ ગ્રંથ રચી આપીને તત્ત્વપિપાસુઓ પર જે ઉપકાર કર્યો છે તેનો બદલો વાળવાની આપણામાં ક્ષમતા નથી, એટલું જ કહીને વાત આટોપી લઉં છું.
જેવા ઉપાધ્યાય યશોવિજયજી તેવા જ દેવચન્દ્રજી. બન્ને સમાન તાત્ત્વિક પુરુષો. બન્ને સમાન અનુભવજ્ઞાની. બને સમાન અધ્યાત્મપથના પથિક. બન્ને પૂજ્ય પુરુષો પ્રમાણ, નય અને નિશ્ચય-વ્યવહારના સમાન અભ્યાસીઓ, સમાન પ્રરૂપકો અને સમાન ગ્રંથકારો. આગમ અર્થાત્ જિનપ્રવચન, તેના એક એક શબ્દમાં અનંત અર્થક્ષમતા અને અનેક રહસ્યો સંતાયાં-સમાયાં હોય છે, તેનું ભાન અને તેનું મર્મોદ્ઘાટન કરવામાં નિપુણ એવી અસાધારણ પ્રતિભા ધરાવતા આ બન્ને પૂજ્યો હતા. ઉપાધ્યાયજી પછી સાત-આઠ દાયકા પછી દેવચન્દ્રજી ભલે થયા હોય, પણ તે બન્ને વચ્ચેના ભૌતિક અંતરનો છેદ, તેમની વચ્ચે સધાયેલા તાત્ત્વિક અને અનુભૂતિના સાહચર્ય-સામ્ય-સામીપ્ય થકી, ઊડી જતો જણાય છે.
યોગીરાજ આનંદઘનના પારસ-સ્પર્શે પોતાની ધાતુને વધુ વિશુદ્ધ બનાવીને ઉપાધ્યાયજી જે સાધનાપથ ઉપર વિહર્યા અને આગળ વધ્યા, તે જ સાધનાપથ ઉપર વિચારવાનું શ્રી દેવચન્દ્રજીએ પણ પસંદ કર્યું હોઈ, બન્ને ઋષિતુલ્ય સાધકો વચ્ચે જે સખ્ય કહો કે સામ્ય સધાયું, તે જોતાં, ઉપાધ્યાયજીના આલેખેલા, મંત્રાક્ષરસમા રહસ્યમય શબ્દો ઉપર, દેવચન્દ્રજી મહારાજ વિવરણ લખે, તે એકદમ ઉચિત, બલ્ક ન્યાયોચિત બની રહે છે. માત્ર શાસ્ત્રો ભણી લઈએ કે શબ્દોના વ્યુત્પત્તિ અને નિરૂક્તિ પ્રાપ્ત અર્થ કરતાં આવડી જાય તેટલા માત્રથી આવા ગ્રંથો પર વિવરણ કરવાનો કે
(૧૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org