Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
તિજોરીમાંનાં સઘળાંય રત્નોનાં, આપણે કલ્પી પણ ન શકીએ તેવાં, નવલાં દર્શન કરાવ્યાં છે.
બીજી, અર્વાચીન, કોઈપણ ટીકાને આધારે આપણને લાગે છે કે જ્ઞાનસાર તો સહેલો, સમજી શકાય તેવો ગ્રંથ છે; તેનો ગદ્ય-પદ્ય-અનુવાદ પણ, ગમે તે ભાષામાં, કરી જ શકાય તેમ છે. પણ જ્ઞાનમારી અવલોક્યા પછી, ઓછામાં ઓછું મને તો, પ્રતીતિ થઈ ગઈ છે કે આ ગ્રંથ સમજવો સુગમ કે સહેલો જરાય નથી. કેટલી બધી સજ્જતા અને પ્રાથમિક ભૂમિકારૂપ તૈયારી હોય તો જ આ ગ્રંથમાં, કાંઈક અંશે આપણી ચાંચ ડૂબે તો ડૂબે. શ્રીમદ્જીએ આ ગ્રંથ ઉપર વિવરણ લખતાં કેવા અધિકારપૂર્વક કામ કર્યું છે તે સમજાવવા માટે એક-બે દાખલા અહીં ટાંકું છું.
જ્ઞાનસાર નો પ્રથમ શ્લોક આ પ્રમાણે પ્રસિદ્ધ છે : ऐन्द्र श्रीसुखमग्नेन लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्दपूर्णेन पूर्णं जगदवेक्ष्यते ॥१॥
આ શ્લોકમાં ઉત્તરાર્ધનો પાઠ, અહીં આપ્યો છે તે જ પ્રમાણે ઉપાધ્યાયજીને ખુદને સંમત છે, અને તેથી જ તેઓ, સ્વોપજ્ઞ ટબાર્થમાંબાલાવબોધમાં, એ પંક્તિનો અર્થ આમ કરે છે : “સત્ સત્તા, चित् क० ज्ञान, आनंद क० सुख, ए त्रण अंशइ पूर्ण क० पुरी जे पुरुष तेणई । दर्शन ज्ञान चारित्र ए त्रण अंशे पूर्ण पूर्णं जगत् क० पूर्ण जग, अवेक्ष्यते ૦ તેવડું, તે અધૂરો રીર્ફે ન રેવડું ॥” અર્થાત્, સત્-ચિત્-આનંદથી પૂર્ણ એવો પુરુષ, જ્ઞાનાદિકથી પૂર્ણ જગત્ન દેખે છે : તેની પૂર્ણ દૃષ્ટિ-નિશ્ચય દૃષ્ટિની અપેક્ષાએ આ જગત્ પૂર્ણ છે, અપૂર્ણ નથી.
અને આ અર્થ જ આપણે ત્યાં માન્ય છે, સ્વીકાર્ય છે, અને તે રીતે જ અધ્યયન, વ્યાખ્યાન, વિવરણ-બધું થતું હોય છે. હવે દેવચન્દ્રજી મહારાજ અહીં સાવ જુદા પડે છે. તેઓ આ પંક્તિનો અલગ જ પાઠ સ્વીકારે છે : એવો પાઠ કાં તો તેમની સામે હોવો જોઈએ; કાં તેમની સ્વતંત્ર પ્રતિભાએ એ પાઠની કલ્પના/રચના કરી હોવી જોઈએ. જે હોય તે, તત્ત્વની આપણને ખબર નથી, પણ તેમણે આ જુદો પાઠ સ્વીકાર્યો છે અને તે પાઠ પ્રમાણે જ તેમણે ટીકા પણ લખી છે, તે આપણી સમક્ષ ઉપલબ્ધ છે. જુઓ :
(૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org