Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 883
________________ જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ ८४७ કોઈ બાજુનો ક્યારેય પક્ષપાત કરતા નથી. સર્વત્ર મધ્યસ્થ ભાવવાળા જ રહે છે. સર્વત્ર પક્ષપાતથી વજિતપણે જ વર્તે છે. પક્ષપાતવાળું હૃદય ન હોવાથી તેઓને રાગ અને દ્વેષ થતા નથી. રાગ-દ્વેષ ન હોવાથી મન અત્યન્ત નિર્મળ અને શુદ્ધ હોય છે, તેથી સદાકાળ પરમ આનંદવાળા એટલે કે અદ્વિતીય, અનુપમ, અમૂર્ત એવો આનંદ વર્તે છે જેને એવા આ મહાત્મા પુરુષો હોય છે. શબ્દોથી અવર્ણનીય એવા પારમાર્થિક આનંદવાળા હોય છે. તથા યથાસ્થાને ઉપકાર થાય તે રીતે સર્વે પણ નયોનો સ્વીકાર કરનારા હોય છે. કોઈપણ નયનો અપલાપ ન કરનારા સર્વનયોના આશ્રયવાળા હોય છે. આવા પ્રકારના દિલાવર-દિલવાળા વિશાળ-હૃદયવાળા સર્વે ભાવોને યથાસ્થાને જોડનારા, રાગ-દ્વેષ-કષાયાદિથી કલુષિત ભાવ વિનાના, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર આદિ આત્મિક ગુણોવાળા આ પુરુષો જગતમાં જય પામે છે વિજય પામે છે. પ્રભાવક તરીકે વિચરે છે. શાસનના સાચા પ્રભાવક પુરુષો છે. इत्यनेन स्वसत्ताधर्मसाधनोद्यतस्वकायचेतनादिपरिणतिरूपचक्रस्य साधनव्यापारप्रवृत्तस्य प्रेरकाः समस्तपरभावप्रसङ्गवर्जिताः स्याद्वादनयमार्गोपलक्षितयथार्थवस्तुस्वरूपा आचार्योपाध्यायाः जयन्ति । विश्वविश्वव्यामोहनिवारणप्रवणवाक्यामृतदाननिरस्तानादिमोहकालकूटाः स्वतत्त्वानन्तसम्पद्विलासलीलाकलिताः निर्ग्रन्था अपि महाराजाः, असङ्गा अपि अनन्तगुणसंधारणाव्याप्ताः, निराकुला अपि स्वतत्त्वसाधनव्याकुलाः, वनवासिनोऽपि स्वपर्यायमकरन्दपानमग्नाः श्रीमत्सर्वज्ञोक्ताज्ञानिर्वाहधौर्याः मार्गानुसारितो यथाशक्तिगुणप्रवर्द्धननिबद्धलक्षाः द्रव्यभावसाधनेन शुद्धपरमात्मसाध्यदत्तदृष्टयः ते एव ज्ञानसारग्रहणकुशला इति ॥७-८॥ इत्यनेन सर्वनयाश्रयणाष्टकं व्याख्यातम् । द्वात्रिंशदष्टकविवरणं निरूपितम् । વિવેનચ :- ઉપર સમજાવેલા વિષય પ્રમાણે યથાસ્થાને સર્વ નો જોડીને પોતાના આત્મામાં સત્તારૂપે (અપ્રગટભાવે) રહેલા અનંતગુણમય આત્મધર્મને સાધવામાં જ ઉદ્યમવાળી બનાવી છે પોતાની કાયા જેઓએ એવા તથા ચેતન્ય આદિ (ચેતન્ય અને વિર્યાદિ) ગુણોની પરિણતિ સ્વરૂપ ગુણોના ચક્રને (સમૂહને) પણ સાધનામાં જોયું છે જેણે એવા, સાધક આત્માઓને તથા આત્મસાધનાના વ્યાપારમાં પ્રવર્તેલા આત્માઓને સંપૂર્ણ રીતે પ્રેરણા કરનારા-ઉપદેશ, હિતશિક્ષા અને હેય-ઉપાદેયનો વિવેક કરાવવા દ્વારા માર્ગમાં

Loading...

Page Navigation
1 ... 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929