Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 894
________________ ૮૫૮ જ્ઞાનસારની ગરિમા જ્ઞાનસાર વધારે તેવા પ્રકારના સુખકારી અને આનંદદાયક વિષયોનો સમૂહ હોય તો જ તે નગર શોભાને પામે છે તેમ આ સ્યાદ્વાદનગરમાં પણ નિશ્ચય-વ્યવહાર નય, નૈગમાદિ સાત નય અને નામ-સ્થાપન આદિ ચાર નિક્ષેપા ઈત્યાદિ ભવ્ય રચનાઓ રૂપી સુખકારી કાર્યોનો સમૂહ વર્તે છે તેથી આ નગર શોભાવાળું છે. ભવ્યજીવો આ જ્ઞાનસાર નામના વહાણ ઉપર જો ચઢશે (જો આ શાસ્ત્રનો હૃદયના ભાવપૂર્વક અભ્યાસ કરશે) તો અજ્ઞાન દશા રૂપી અમાપ પાણીથી ભરેલા અસંયમ અને કષાયો રૂપી ભવસાગરને ઓળંગીને ભૂંગળયુક્ત દરવાજાવાળા, ખાઈયુક્ત કિલ્લાવાળા, અનેક પ્રકારના ભંડારવાળા, આનંદની લહરીઓવાળા, આત્મિક સંપત્તિવાળા અને અનેક પ્રકારની શહેરની સુવિધાવાળા સ્યાદ્વાદનગરમાં અવશ્ય સુખે સુખે પ્રવેશ પામશે. હવે પાઠકોમાં (ઉપાધ્યાયોમાં) ઈન્દ્રસમાન એવા શ્રીમાન્ યશોવિજયજી મહારાજશ્રી જ્ઞાનસારાષ્ટકના ફળનો ઉપદેશ સમજાવવા રૂપ આ ગ્રંથનું ઘણું જ કિંમતી મૂલ્ય કહે છે. લાખો-કરોડો અને અબજો રૂપિયાથી પણ જે માપી ન શકાય તેવું અમૂલ્ય મૂલ્ય આ ગ્રંથનું છે. આવું વર્ણન કરવા રૂપે ગ્રન્થની સમાપ્તિ સૂચક કળશસ્વરૂપ અન્તિમ અધિકાર હવે પછીની ૫ થી ૧૨ ગાથામાં જણાવે છે. ૪ स्पष्टं निष्टङ्कितं तत्त्वमष्टकैः प्रतिपन्नवान् । मुनिर्महोदयं ज्ञानसारं समधिगच्छति ॥५॥ ગાથાર્થ :- બત્રીશ અષ્ટકો દ્વારા સ્પષ્ટ જણાવાયેલા, તત્ત્વને પામનારા મુનિ જ્ઞાનના સાર રૂપ મહોદયને (મોક્ષને) પ્રાપ્ત કરે છે. પા ટીકા :- “સ્પĖ નિર્ણદુત્તમિતિ'' મુનિ:-ત્રિાતાવિષયી, ગટ્ટ: સ્વį-પ્રટ तत्त्वं वस्तुधर्मं आत्मपरिणमनरूपम् निष्टङ्कितम्- निर्द्धारितम् प्रतिपन्नवान् अङ्गीकृतવાન્ । સ મુનિ: મહોવયં-મોક્ષરૂપં જ્ઞાનસાર-જ્ઞાનસ્ય સારૂં ચારિત્ર, તથા પાં-મુક્તિ, સમધિપતિ-પ્રાખોતિ। તજ્જ ( શ્રીવિશેષાવશ્યમાગ્યે ) सामाइअमाईअं, सुअनाणं जाव बिंदुसाराओ । तस्स वि सारो चरणं, सारं चरणस्स निव्वाणं ॥ ११२६ ॥ तं प्राप्नोति ॥५॥

Loading...

Page Navigation
1 ... 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929