Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 916
________________ ८८० સ્વભાવદશાની પ્રાપ્તિમાં મંગલ જ્ઞાનસાર ભ્રાન્તિ માત્ર થાય પણ સુખો પ્રાપ્ત થાય નહીં. કારણ કે ઝાંઝવાના જળમાં જેમ જળ છે જ નહીં તેમ ઈન્દ્રિયજન્ય સુખોમાં સુખ છે જ નહીં, ભ્રમ માત્ર છે. દુઃખ માત્ર જ છે. (७) स्त्रीविलासादिविषवृक्षच्छायायुतायाम् સ્ત્રીઓની સાથે ભોગવિલાસ (સ્ત્રીને આશ્રયી પુરુષની સાથેના ભોગવિલાસ) આદિ સ્વરૂપ વિષનાં (ઝેરનાં) વૃક્ષોની છાયાથી ભરેલી આ ભવાટવી છે. જેમ અટવીમાં વિષમય વૃક્ષો હોય અને તેની છાયામાં જે આવે તે ભાન ભૂલી જાય તેવી જ રીતે આ ભવાટવી પણ ભોગવિલાસોથી ભરપૂર ભરેલી છે. તેમાં ફસાયેલો જીવ આત્માના સ્વરૂપનું ભાન ભૂલી જાય છે. આવા પ્રકારનાં સાત વિશેષણો વાળી આ ભવ-અટવી ભયંકર છે. તેમાં ફસાયેલો જીવ દુ:ખી દુ:ખી છે. હવે તે જીવ કેવો છે ? આમ જીવનાં ૫ વિષેષણો કહે છે. = (१) अनादिसंसारसंसरणमिथ्यात्वासंयमकषाययोगहेतुचतुष्टयोपचितज्ञानावरणादिकर्मवृतानन्तपर्यायस्य અનાદિ કાળથી સંસારમાં ચારે ગતિની અંદર રખડપટ્ટી કરતાં કરતાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આમ ચાર પ્રકારના કર્મબંધના હેતુઓ દ્વારા તીવ્ર બાંધેલાં જ્ઞાનાવરણીય વગેરે કર્મોથી ઢંકાયા છે અનંત અનંત ગુણ-પર્યાયો જેના એવો આ જીવ ભવ અટવીમાં રખડે છે. બાંધેલાં ઘનઘાતી આદિ કર્મોથી આ જીવના ગુણો અને ગુણસંબંધી પર્યાયો આવૃત થયેલા છે. એટલે જ કેવલજ્ઞાનાદિ ગુણો હોવા છતાં કંઈ કામ આપતા નથી. = (૨) અતવ્યાત્મસાધનસ્ય સંસારમાં અનેક-અનેક ભવો કરવા છતાં પણ નથી પ્રાપ્ત થયું આત્મતત્ત્વનું સાધન જેને એવો આ જીવ છે. આત્મતત્ત્વની સાધના થાય એવી સાધનસામગ્રી આ જીવ પામ્યો નથી. = (૩) ધનાવિપિપાસાવ્યાનોનનેત્રસ્ય = ધન વગેરે ભોગ સામગ્રીનાં સાધનો મેળવવાની પિપાસામાં જ આકુલ-વ્યાકુલ છે નેત્રો જેનાં એવો જીવ, સંસારમાં રહેલા જીવો સદા ધનાદિ ભોગ સામગ્રી મેળવવામાં જ વ્યગ્ર હોય છે. તેથી આ જીવ પણ ધનાદિમાં ઘણો લુબ્ધ છે. (४) तल्लाभादियोजनादिग्मूढस्य તે ધન વગેરે ભોગ સામગ્રી વધારે વધારે પ્રમાણમાં કેમ મળે ? આમ તેના લાભ વગેરેની યોજના કરવામાં જ દિગ્મૂઢ બનેલો, અર્થાત્ યોજના કરવામાં જ આ જીવ એવો લાગી ગયો છે કે શું કરવું અને શું ન કરવું ? તેનું ભાન ભૂલી ગયેલો આ જીવ છે. = (५) परिभ्रमतः जीवस्य कदाचित् जगदुपकारपरविद्याधरवर: गुरुः, तस्य संयोगो ખાત: = સંસારની ચારે ગતિમાં પરિભ્રમણ કરતા અર્થાત્ જન્મ, જરા, મૃત્યુ આદિ અનેક

Loading...

Page Navigation
1 ... 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929