Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 924
________________ ८८८ જ્ઞાનસાર ટીકાકારશ્રીની પ્રશસ્તિ ઘણા ગુણો વાળા તેમના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજી થયા. તેમના શિષ્ય ખરતરગચ્છના નાયક શ્રી અભયદેવસૂરિજી થયા. જો જે શ્રી અભયદેવસૂરિજી વડે નવ અંગસૂત્રોની ટીકા, ઉવવાઈ નામના ઉપગની ટીકાનો વિસ્તાર અને બોધની વૃદ્ધિ કરે તેવી પંચાશક આદિની ટીકા રચાઈ છે. પા. तत्पट्टे जिनवल्लभसूरिजिनदत्तसूरयोऽभूवन् । पट्टानुक्रमभानुर्जातो, जिनकुशलसूरिगुरुः ॥६॥ તેમની પાટે શ્રી જિનવલ્લભસૂરિજી-શ્રી જિનદત્તસૂરિજી વગેરે આચાર્યો થયા, એમ પાટના અનુક્રમમાં સૂર્યસમાન શ્રી જિનકુશલસૂરિજી નામના ગુરુજી થયા. ll तेषां वंशे जातो गुणमणिरत्नाकरो महाभाग्यः । कलिकालपङ्कमग्नॉल्लोकान् निस्तारणे धीरः ॥७॥ श्रीमजिनचन्द्राह्वः, सूरिनव्यार्कदीधितिप्रतापः । यस्यावदातसङ्ख्या, गण्यते नो सुराधीशैः ॥८॥ તેમના વંશમાં ગુણો રૂપી મણિઓના મહાસાગર, મહાભાગ્યશાળી, કલિકાલ રૂપી કાદવમાં ફસાયેલા લોકોનો ઉદ્ધાર કરવામાં ધીર-વીર, નવા ઉગતા સૂર્યના કિરણો તુલ્ય પ્રતાપવાળા એવા શ્રી જિનચંદ્રસૂરિજી થયા, જેમના ગુણોની સંખ્યા ઈન્દ્રો વડે પણ ગણી ન શકાય તેટલા ગુણો હતા. ૭-૮ तच्छिष्याः पाठकाः श्रीमत्पुण्यप्रधानसञ्जिताः । सुमतेः सागराः शिष्यास्तेषां विद्याविशारदाः ॥९॥ ૧. અહીં શ્રી અભયદેવસૂરિજીને શ્રી જિનચંદ્રસૂરિજીના શિષ્ય કહ્યા છે પરંતુ સ્થાનાંગસૂત્રાદિની વૃત્તિની પ્રશસ્તિમાં તેઓ શ્રી જિનેશ્વરસૂરિજીના અને બુદ્ધિસાગરસૂરિજીના શિષ્ય હતા એમ લખે છે. તેઓનો જન્મ વિક્રમ સંવત ૧૦૭૨ માં થયો અને ૧૧૩૯ માં સ્વર્ગવાસ થયો. તેઓએ ૧૨ અંગ પૈકી નવ અંગો ઉપર અને ઉવવાઈ ઉપાંગ ઉપર વૃત્તિ લખી છે. ૨. આ શ્રી જિનકુશલસૂરિજી ચૈત્યવંદનકુલકની વૃત્તિને કરનારા હતા. તેઓ ૫૦મી પાટે ખરતરગચ્છમાં થયા. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૩૩૭ માં, દીક્ષા ૧૩૪૭માં, આચાર્યપદ ૧૩૭૭ માં અને સ્વર્ગવાસ ૧૩૮૯ માં ફાગણ વદ અમાવાસ્યાએ થયો.

Loading...

Page Navigation
1 ... 922 923 924 925 926 927 928 929