Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 923
________________ ८८७ જ્ઞાનમંજરી ટીકાકારશ્રીની પ્રશસ્તિ टीकाकारः स्वप्रशस्तिं निवेदयति नमः स्याद्वादरूपाय, सर्वज्ञाय महात्मने । देवेन्द्रवृन्दवन्द्याय, वीराय विगतारये ॥१॥ સ્યાદ્વાદ સ્વરૂપાત્મક, સર્વજ્ઞ, મહાત્મા, દેવેન્દ્રોના સમૂહ વડે વંદાયેલા, ચાલ્યા ગયા છે દુશ્મનો જેના એવા વીરપ્રભુને નમસ્કાર હોજો. I૧૫ श्रीगौतमाद्याः प्रवरा मुनीशा, देवर्द्धिपर्यन्तममेयबोधाः । तेषां सुवंशे वरभास्कराभः, श्रीवर्धमानो मुनिराड् बभूव ॥२॥ અપરિમિત બોધવાળા જ્ઞાની મહાપુરુષો શ્રી ગૌતમસ્વામીથી પ્રારંભીને શ્રી દેવર્ધિગણિ મહારાજા સુધી અનેક થયા, તેઓના નિર્મળ વંશમાં તેજસ્વી સૂર્યસમાન શ્રી વર્ધમાન મુનિરાજ થયા. રા संवेगरङ्गशालाग्रन्थार्थकथनसूत्रधरतुल्यः । सुरिर्जिनेश्वराख्यः, सिद्धिविधिसाधने धीरः ॥३॥ સંવેગરંગશાળા નામનો જે ગ્રંથ છે તેનો અર્થ કહેવામાં સૂત્રધાર તુલ્ય એવા અને મુક્તિની વિધિની સાધના કરવામાં ધીર એવા શ્રી જિનેશ્વરસૂરીશ્વરજી થયા..૩ तच्छिष्या जिनचन्द्राख्याः, सूरयो गुणभूरयः । तच्छिष्याभयदेवार्या, गच्छे खरतरेश्वराः ॥४॥ 'येन नवाङ्गीवृत्तिरुपपातिकोपाङ्गवृत्तिविस्तारः । विदधे पञ्चाशकादिवृत्तिर्या बोधवृद्धिकरा ॥५॥ ૧. શ્રી જિનેશ્વરસૂરિજીએ વિક્રમ સંવત ૧૦૮૦ માં દુર્લભરાજની સભામાં ચૈત્યવાસી મુનિઓને જીતીને “ખરતર” બિરૂદ પ્રાપ્ત કર્યું હતું ત્યારથી ખરતરગચ્છ કહેવાયો. જુઓ ખરતરગચ્છની પટ્ટાવલી. ૨. નવ અંગ સૂત્રો ઉપર ટીકા રચનારા (નવાંગવૃત્તિકાર) એવા શ્રી અભયદેવસૂરિજી ખરતરગચ્છના હતા એવું આ પ્રશસ્તિમાં ટીકાકારશ્રીએ કહ્યું છે. અને તે શ્રી અભયદેવસૂરિજી ચંદ્રગચ્છના હતા એવો ઉલ્લેખ બીજા અનેક ગ્રન્થોમાં મળે છે.

Loading...

Page Navigation
1 ... 921 922 923 924 925 926 927 928 929