Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 921
________________ ૮૮૫ જ્ઞાનમંજરી જ્ઞાનસારના કર્તાની પાટપરંપરા ઉપકાર માટે ઘણા લાંબા કાળ સુધી અખંડિત તત્ત્વપ્રાપ્તિના હેતુભૂત એવી આ સંસ્કૃત ટીકા જ્ઞાનસારના આસ્વાદમાં વિશેષવૃદ્ધિ કરવા સારુ બનાવાઈ છે. તે ટીકા શ્રી તત્ત્વાર્થસૂત્ર-વિશેષાવશ્યકભાષ્ય-ધર્મસંગ્રહણી અને કર્મપ્રકૃતિ વગેરે મહાગ્રન્થોનું આલંબન લેવા પૂર્વક બનાવાઈ છે. આ ટીકાનું “તત્ત્વબોધની” એવું સાર્થક નામ છે. આ ટીકા આકાશમાં વાવચંદ્ર-સૂર્ય તપે ત્યાં સુધી વૃદ્ધિ પામો. અર્થાત્ અનંતકાળ સર્વ જીવોને સુખદાયી થાઓ. ક્ષતિની ક્ષમાયાચના આ ટીકા લખવામાં મારાથી પોતાની મતિના દોષથી ભ્રમણાત્મક (અયથાર્થ) જે કંઈ કહેવાઈ ગયું હોય, તે પરોપકાર કરવામાં પરાયણ એવા હે ચતુર પુરુષો ! તમે સુધારજો. કારણ કે સંતપુરુષો સદા ગુણોના જ ગ્રાહક હોય છે. તેઓ ક્યારેય મત્સરી-ઈર્ષાળુ હોતા નથી. તેઓને અતિશય ઘણા આનંદને કરનારી આ ટીકા અહીં સમાપ્ત થાય છે. [૧ अत्र सूत्रकृच्छ्रीयशोविजयोपाध्यायाः न्यायाचार्या वाग्वादिनीलब्धवराः दुर्वादिमदाभ्रपटलखण्डनपवनोपमाः, तेषां प्रशस्तिः - गच्छे श्रीविजयादिदेवसुगुरोः स्वच्छे गुणानां गणैः । प्रौढिं प्रौढिमधाम्नि जीतविजयप्राज्ञाः परामैयरुः ॥ तत्सातीर्थ्यभृतां नयादिविजयप्राज्ञोत्तमानां शिशोः । श्रीमन्यायविशारदस्य कृतिनामेषा कृतिः प्रीतये ॥१७॥ ગાથાર્થ :- શ્રી વિજયદેવસૂરીશ્વરજી આદિ ઉત્તમ સુગુરુઓના સ્વચ્છ એવા અને ગુણોના સમૂહ વડે વિશિષ્ટ તેજસ્વી એવા અર્થાત્ વિશિષ્ટ તેજના સ્થાનભૂત એવા (તપાગચ્છમાં શ્રી જીતવિજયજી પંડિત શ્રેષ્ઠ તેજને ધારણ કરનારા થયા. તેમના સમાનતીર્થિક (ગુરુભાઈ) એવા શ્રી નયવિજયજી નામના ઉત્તમ પંડિત મહારાજશ્રી થયા, તેમના શિષ્ય અને ન્યાયવિશારદ એવા યશોવિજયજીની આ રચના પંડિત પુરુષોની પ્રીતિ માટે થજો. ll૧૭ll ટીકા :- “ચ્છતિ"-તપ છે શ્રી વિનયવસૂરિવરTUTI Tછે श्रीजीतविजयप्राज्ञाः, तेषां सातीर्थ्यधराः श्रीनयविजयप्राज्ञाः, तेषां शिष्येण श्रीमद् यशोविजयोपाध्यायेन विहितोऽयं ज्ञानसाराख्यः द्वात्रिंशदष्टकप्रमाणो ग्रन्थः सूत्रतः ।

Loading...

Page Navigation
1 ... 919 920 921 922 923 924 925 926 927 928 929