Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 919
________________ જ્ઞાનમંજરી નિર્વાણનગરની પ્રાપ્તિ ८८3 ચારિત્રાચારનું પાલન કરવામાં બરાબર પ્રવીણ એવાં સામાયિકાદિ સંયમસ્થાનો રૂપી સંનિવેશો (નાની નાની નગરીઓ-પોળો-ગલીઓ) છે જે માર્ગમાં તેવો આ માર્ગ છે. (૯) શ્રદ્ધા અને સમ્યજ્ઞાન આ બન્ને ગુણો વડે અત્યન્ત નિશ્ચિત કરેલો સિદ્ધિપુર (મુક્તિનગરે) પહોંચાડવામાં કોઈપણ જાતનો વ્યાઘાત (ભય-પીડા-દુઃખ) ન આવે તેવો અતિશય વિશાળ રત્નત્રયીની સાધના સ્વરૂપ પાકો રોડ રસ્તો છે જ્યાં, તેવો આ માર્ગ છે. હે ભદ્ર ! તું મારા કહેવાથી આ માર્ગે પ્રવૃત્તિ કર. તને કોઈ તકલીફ નહીં પડે, ભવ અટવી તું પાર ઉતરી જઈશ, આ માર્ગ ઉપર ચાલવાથી આઠ કર્મરૂપી શત્રુઓની વ્યુહરચનાનો નાશ કરીને તું હવે કહેવાતા ૧૧ વિશેષણો વાળા નિર્વાણનગરને જોઈશ (પામીશ, મેળવીશ). તે નિર્વાણનગર કેવું છે? તે સાંભળ, તેના ૧૧ વિશેષણો તું જાણ (૧) નિર્મળ આનંદ વાળું (૨) આઠે કર્મોનો ક્ષય હોવાથી અત્યન્ત શુદ્ધ (૩) ત્યાં જન્મ-જરા-મૃત્યુની પીડા ન હોવાથી અવ્યાબાધ. (૪) જ્યાં ગયા પછી ફરીથી ભવાટવીમાં પાછું આવવાનું નથી તેવું અપુનરાવૃત્તિ. (૫) સર્વે જ્ઞાની અને ઉત્તમ આત્માઓ વડે પૂજાયેલું. (૬) અનંત અનંત જ્ઞાન-દર્શન ગુણોથી પૂર્ણ. (૭) અત્યન્ત અવિનાશી અર્થાત્ પરમાવ્યય. (૮) રૂપ-રસાદિ પૌદ્ગલિક ગુણો વિનાનું - અમૂર્ત. (૯) પરદ્રવ્યોનો સર્વથા સંગ જ્યાં નથી તેવું અસંગ. (૧૦) શરીર નથી માટે શારીરિક રોગો વિનાનું નિરામય. (૧૧) આધિ-વ્યાધિ-ઉપાધિ વિનાનું અર્થાત્ નિરાબાધ. હે ભદ્ર! આવા પ્રકારનાં અગિયાર વિશેષણોવાળા ભવ્ય એવા આ નિર્વાણનગરનું આ માર્ગે ચાલવાથી તને દર્શન થશે. तेन भव्येन श्रमणादिसहायेन गृहीतस्तन्मार्गः । ततो गुरुणापि पाथेयोपमं दत्तं ज्ञानसाराख्यं यथार्थोपदेशमूलं शुद्धानुभवास्वादमधुरतास्वादं समतारसशीतलजलम् । तेन निर्विकल्पं प्रवृत्तो मार्गोल्लङ्घनेन । ગુરુજીની ઉપર મુજબની વાણી સાંભળીને ભવાટવીથી ઉગી બનેલા (નિર્વેદગુણવાળા) અને આવા પ્રકારના નિર્વાણનગરના રાગી (સંવેગગુણવાળા) આ જીવે તે

Loading...

Page Navigation
1 ... 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929