Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 917
________________ ૮૮૧ જ્ઞાનમંજરી સ્વભાવદશાની પ્રાપ્તિમાં મંગલ દુઃખોથી દુઃખી થયેલા અને અહીં તહી રખડતા એવા આ જીવને (તેની ભવિતવ્યતા પાકી હોય ત્યારે ભાગ્યયોગથી) ક્યારેક જગતના જીવોનો ઉપકાર કરવામાં જ પરાયણ એવા અને શ્રેષ્ઠ વિદ્યાને (શાસ્ત્રીય જ્ઞાનને) ધારણ કરવાવાળા ઉત્તમ એવા જે ગુરુમહારાજશ્રી, તેમનો ભેટો થાય છે. મહા ભયંકર ભવ-અટવીમાં આમ તેમ પરિભ્રમણ કરતા જીવને ઉપકારપરાયણ ઉત્તમ ગુરુજીનો ભાગ્ય પાકવાથી મલાપ થાય છે. गुरुणापि मार्गभ्रष्टमित इत: परिभ्रमन्तं दीनमशरणमवलोक्योक्तं, हे भद्र ! श्रुणु, तवानन्दकन्दोपमं महोदयनगरस्य मार्गम् । ___ यत्र सदागमसरांसि तत्त्वपीयूषपूर्णानि, आचार्योपाध्यायनिर्ग्रन्थादयो नागरिकाः, सम्यग्दर्शनज्ञानोपयोगनिर्धारितमार्गप्रचाराः, यत्र क्षान्त्यादिधर्मसम्यक्त्वादिगुणस्थानान्येव विश्रामभूमयः, स्वाध्यायविधिगीतवृन्दमनोहरा पद्धतिः, तत्त्वानुभवतत्त्वैकत्वादयः श्रममन्तरेण मार्गलङ्घनोपायाः, यमनियमाद्यष्टाङ्गानि वाहनानि, श्रीमदर्हन्महाराजनीतिनिगृहीततस्कराकुटिलाः चारित्राचारप्रवीणसामायिकादिसंयमस्थानसन्निवेशाः, यत्र श्रद्धाधारणानिर्धारितसिद्धिपुरगमननिर्व्याघातप्रचार रत्नत्रयीलक्षणम् । प्रवर्तय तद्मार्गे, येन कर्माष्टशत्रुव्यूहक्षयं कृत्वा निर्मलानन्दं शुद्धमव्याबाधमपुनरावृत्ति महितमनन्तज्ञानदर्शनपूर्णं परमाव्ययममूर्तासङ्गनिरामयं निर्वाणनगरं द्रक्ष्यसि निराबाधम् । માર્ગથી ભ્રષ્ટ થયેલા, સંસારમાં અહીં તહીં રખડતા-ભટકતા લાચાર, અશરણ એવા અત્યન્ત દુઃખી આ જીવને જોઈને કરુણારસના મહાસાગર એવા ગુરુજી વડે પણ કહેવાયું કે હે ભદ્ર ! તને આનંદ-આનંદના અત્યન્ત મૂલભૂત-પાયાની ઉપમાવાળો એવો મહોદયનગર પહોંચવાનો માર્ગ હું તને કહું છું તે તું સાંભળ. હું તને જે માર્ગ કહું છું તે માર્ગ તને મહાન ઉદયવાળા (જ્યાં કોઈપણ પ્રકારનું દુઃખ નથી તેવા) નગરમાં પહોંચાડશે અને તું ઘણો સુખી સુખી થઈશ. સાવધાનીથી મારી વાત સાંભળ. આ માર્ગમાં નીચે મુજબની બધી જ સાનુકુળતાઓ ગોઠવાયેલી છે. ક્યાંય જરા પણ મુશ્કેલી ન પડે તેવો આ માર્ગ છે. (૧) જે માર્ગમાં તત્ત્વજ્ઞાન રૂપી પીયૂષથી ભરપૂર ભરેલાં એવાં ઉત્તમ આગમશાસ્ત્રોરૂપી નિર્મળ, શુદ્ધ અને સ્વચ્છ સરોવરો રહેલાં છે. તારે જેટલું અમૃત પીવું

Loading...

Page Navigation
1 ... 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929