Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 920
________________ ૮૮૪ નિર્વાણનગરની પ્રાપ્તિ જ્ઞાનસાર માર્ગ સ્વીકાર્યો, રસ્તામાં કંઈ શંકા આદિ થાય તો તેનું મન ચિલત ન થઈ જાય તે માટે થોડાક મુનિઓ સાથે મોકલ્યા. એટલે શ્રમણાદિની સહાય સાથે આ જીવે આ માર્ગ પકડ્યો. આ માર્ગે ચાલવા માંડ્યું. પ્રશ્ન :- શિષ્ય :- ગુરુજી આપશ્રીના કહેવાથી અને આપના શિષ્યોની મને સહાય છે એટલે આ માર્ગે હું પ્રયાણ તો આદરું છું. પરંતુ રસ્તામાં મને ભૂખ-તરસ લાગે તો શું કરવું ? મારે કંઈક ખાણી-પીણી તો સાથે જોઈએ ને ? ઉત્તર ઃ- ગુરુજી :- ભદ્ર ! તું ચિંતા ન કર. મધુરરસવાળું ભોજન અને શીતળ જલ, આ બન્ને વસ્તુઓ ભાતા રૂપે હું તને સાથે બાંધી આપું છું. લે, આ જ્ઞાનસારાષ્ટક નામનું ભાતાનું પોટલું તારી પાસે રાખ, જેમાં યથાર્થ ઉપદેશનું મૂલ રહેલું છે. તેમાં શુદ્ધ આત્મદશાના અનુભવ રૂપી મધુરતર મીઠાશ રહેલી છે. તથા સમતારસ રૂપી શીતળ પાણીની બોટલ ભરેલી છે. તેથી ખાણી-પીણીનું આ પોટલું માથા ઉપર (મગજમાં-બુદ્ધિમાં) ઉપાડી લે. હવે તું નિર્ભય-નિર્વિકલ્પ થયો છતો પ્રયાણ કર, પ્રયાણ કર, સમય ન ગુમાવ. આવા પ્રકારના શુભ કાર્યમાં વિઘ્નો ઘણાં સંભવે છે. તે ભદ્ર જીવ વડે હવે માનસિક તમામ ભયો અને વિકલ્પો ત્યજીને માર્ગ કાપવામાં જ જોરશોરથી પ્રવૃત્તિ આરંભાઈ. (દોડવાનું ચાલુ કરાયું). આનંદ આનંદની છોળો ઉછળતી જ રહી અને હર્ષઘેલો જીવ આગળ ચાલ્યો. મુક્તિનગર તરફ જ બદ્ઘર્દષ્ટિ વાળો બન્યો. अतः परमपाथेयोपमं ज्ञानसारं मोक्षमार्गं गच्छता सुखनिर्वाहार्थमभ्यस्यम् । तस्य च चिरकालीनाक्षयतत्त्वहेतुभूता तदास्वादवृद्धिकरणार्थं विहिता इयं टीका तत्त्वार्थ-विशेषावश्यक-धर्मसंग्रहणी - कर्मप्रकृत्यादिग्रन्थालम्बनपूर्वकं मया देवचन्द्रेण स्वपरोपकाराय तत्त्वबोधनी नाम्नी, सा च चिरं नन्दतादाचन्द्रार्कम् । अत्र च यन्मया स्वमतिदोषेण भ्रामिकं भाषितं तच्छोधयन्तु दक्षाः परोपकारप्रवणाः । सन्तो हि गुणग्राहका एव, न खलु पुनः मत्सरिणो भवन्ति । तेन सतां प्रौढानन्दकारी एवैषा टीका समाप्ता इति ॥ १६ ॥ આ કારણથી મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરતા (સર્વે પણ) જીવોને સુખે સુખે નિર્વાહ થાય (માર્ગ કપાય) તે માટે શ્રેષ્ઠ ભાતાતુલ્ય આ જ્ઞાનસારાષ્ટકનો અવશ્ય અભ્યાસ કરવો જોઈએ. મોક્ષમાર્ગે પ્રયાણ કરનારા ઉત્તમ જીવને આ ગ્રંથ ખાણી-પીણી તુલ્ય-ભાતા સમાન ઘણો જ ઉપકારી છે. તેથી જ દેવચંદ્રજી છે નામ જેનું એવા મારા વડે સ્વ અને પરના

Loading...

Page Navigation
1 ... 918 919 920 921 922 923 924 925 926 927 928 929