Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 900
________________ ૮૬૪ જ્ઞાનસારની ગરિમા જ્ઞાનસાર આ બન્નેમાંથી કોઈ એકનો પણ વિરોધ જો કરવામાં આવે તો વિરોધ કરનાર આત્મા આત્મદશાનો સાધક બને નહીં, કારણ કે જે ક્રિયા છે તે વીર્યગુણની નિર્મળતા રૂપ છે અને જે જ્ઞાનગુણ છે તે ચેતનાની નિર્મળતા રૂપ છે. ચેતના અને વીર્ય આ બન્ને આત્માના જ ગુણો છે અને ગુણો વિશુદ્ધિને પામ્યા છતા સર્વ-સંવરભાવ લાવે છે. સર્વથા કર્મબંધ અટકાવે છે. માટે બન્નેની આવશ્યકતા છે. તો પણ બન્નેમાં તરતમતા છે, ક્રિયા કરતાં જ્ઞાનની અધિક આવશ્યકતા છે એક ગુણ પ્રકાશ-આત્મક છે બીજો ગુણ એટલો પ્રકાશાત્મક નથી. વળી જ્ઞાન એ આત્માનો ગુણ છે મોક્ષમાં પણ રહેનાર છે ક્રિયા એ શુભયોગ છે, શુભ કરણવીર્ય છે અને તે અને હેય છે. છેલ્લે અયોગી થવાનું છે. માત્ર લબ્ધિવીર્યવાળા જ બનવાનું છે. આ રીતે જ્ઞાનગુણની ક્રિયાથી જે અધિકતા છે તે હવે જણાવે છે. क्लेशक्षयो हि मण्डूकचूर्णतुल्यः क्रियाकृतः । થતણૂકશો, જ્ઞાનવૃતઃ પુનઃ II ગાથાર્થ :- ક્રિયાથી કરાયેલો કર્મોનો ક્ષય દેડકાનાં (મૃતશરીરોના) ચૂર્ણતુલ્ય જાણવો પરંતુ જ્ઞાનસાર વડે કરાયેલો કર્મોનો ક્ષય બળેલા તેના ચૂર્ણતુલ્ય જાણવો. .. ટીકા - “ફ્લેશક્ષો દ્વીતિ' રીતિ-નિશ્ચિતમ્, ક્ષિતિ:-યિોદ્યવિહિતા क्लेशक्षयः-कर्मक्षयो मण्डूकचूर्णतुल्यो ज्ञेयः । यथा मण्डूकचूर्णं पुनः घनयोगतस्तत्रानेकाभिनवमण्डूकोत्पत्तिर्भवति । तथा क्रियया अशुभकर्म क्षयति, तथापि शुभानां प्रचुरा वृद्धिः, पुनः शुभोपयोगकाले अशुभानां वृद्धिः इति ज्ञेयम् । 'पुरा-पूर्वम्, (पुनस्तथा) ज्ञानसारकृतः कर्मक्षयः दग्धतच्चूर्णसदृश इति, इत्यनेन ज्ञानानन्देन कृतः कर्मक्षयः पुनः न प्रभवति । यथा-मण्डूकचूर्णः दग्धो न मण्डूकोत्पत्तिहेतुर्भवति । एतदुपदेशपदात्सर्वं ज्ञेयम् । (उपदेशपदप्रकरण गाथा १९१) आगमेऽपि "सीलं सेयं सुअं सेयं (भगवतीसूत्र शतक ८ उद्देश १० सूत्र ३५५) इत्यालापकेन, तथा पञ्चनिर्ग्रन्थीशतके मुनीनामल्पश्रुतवतामाहारादि संज्ञाऽस्ति, बहुश्रुतानामाहारादिसंज्ञानिषेध इति सर्वत्र વોચમ્ II ૧. અહીં ટીકામાં પુરા-પૂર્વમ્ લખ્યું છે પણ પૂર્વાપરસંકલનામાં સંગત થતું નથી. તથા મૂલશ્લોકમાં પુરા શબ્દ જ નથી. માટે પુનઃ-તથા હોવું જોઈએ. મૂલશ્લોકમાં પુનઃ શબ્દ છે અને તેનો અર્થ બરાબર સંગત થાય છે. તત્ત્વ કેવલી ભગવાન જાણે.

Loading...

Page Navigation
1 ... 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929