Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 911
________________ જ્ઞાનમંજરી ચારિત્રલક્ષ્મીની સાથે લગ્ન ૮૭૫ (૧) કેટલાક જીવોનાં ચિત્ત પાંચ ઈન્દ્રિયોના વિષયોની અભિલાષા રૂપી જ્વરથી પીડાયેલાં હોય છે. વિષયોની અભિલાષા રૂપી તાવથી તરફડે છે. (૨) રેષાં બીજા કેટલાક જીવોનાં ચિત્ત મિથ્યાત્વ રૂપી વિષના આવેગ (બળ-) પૂર્વકના ઉદયને કારણે ઉત્પન્ન થયેલા કુતર્કો દ્વારા મૂર્છિત થયેલાં છે અર્થાત્ આકુલવ્યાકુલ થયેલાં હોય છે. મિથ્યાત્વના ઉદયને કારણે સમજવાને બદલે સમજાવનારને ફસાવવા ઘણા ખોટા કુતર્કો કરનારું જ ચિત્ત હોય છે. સમજાવનારને સમજવાને બદલે હરાવવા પ્રયત્ન કરે છે. - (૩) અન્ય-કેટલાક જીવોનું ચિત્ત કુવૈરાગ્યના કારણે એટલે કે દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યના કારણે લાગેલા હડકવાવાળું હોય છે. અર્થાત્ ખોટા વૈરાગ્યના કારણે માત્ર વિષયાભિલાષાથી જ જે તે ધર્મ આચરણ કરે એવું ચિત્ત હોય છે. (૪) અ૫૨-કેટલાક જીવોનું ચિત્ત કુગુરુઓની જાળમાં ફસાયેલા અર્થાત્ ખોટા અને મોહાન્ધ કુગુરુઓની વાચનાથી ખોટા સંસ્કારને પામેલા છે તે જીવોનું ચિત્ત અજ્ઞાનદશામાં જ વધારો થવાથી કુશાન (અજ્ઞાન) રૂપી કૂવામાં ડુબેલું હોય છે. (૫) પરંતુ પાંચ ઈન્દ્રિયોના વિષયવિકારોના ભારથી રહિત, જ્ઞાનના સારભૂત એવા આત્માના પરમ સ્વરૂપમાં આશ્રય પામેલું મન અતિશય અલ્પજીવોનું જ હોય છે. કહેવાનો સાર એ છે કે આ જગતમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોથી ઉદ્વેગી બનેલા અને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપના ઉપયોગમાં જ લીન ચિત્તવાળા તથા આત્મકલ્યાણ રૂપ શુદ્ધ સાધ્ય જ પ્રાપ્ત કરવાના લક્ષ્યવાળા જીવો અતિશય અલ્પ જ હોય છે. ૧૪ पुनः ग्रन्थाभ्यासरूपं फलं दर्शयति વળી આ જ્ઞાનસાર નામના ગ્રન્થનો અભ્યાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે દેખાડે છે - - जातोद्रेकविवेकतोरणततौ धावल्यमातन्वते, (ति) हृद्गेहे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः । पूर्णानन्दघनस्य किं सहजया तद्भाग्यभङ्ग्याऽभव-; न्नैतद्ग्रन्थमिषात्करग्रहमहश्चित्रं चरित्रश्रियः ॥ १५ ॥ ગાથાર્થ :- પ્રગટ થયેલા અતિશય વિવેકરૂપી તોરણોની માલાઓ બંધાઈ છે જેમાં એવા, અને ઉજ્વળતાને વિસ્તારતા એવા હૃદયરૂપી ઘરમાં જ્યારે અવસરને ઉચિત વિશાળ

Loading...

Page Navigation
1 ... 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929