Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 908
________________ જ્ઞાનસાર ૮૭૨ જ્ઞાનસારની રચનાનાં ક્ષેત્રાદિ ઉત્તર :- જ્ઞાનયોગની સિદ્ધિ માટે જ્ઞાનને જ લક્ષ્ય બનાવવું, જ્ઞાન જ મેળવવા જેવો ગુણ છે. જ્ઞાનપૂર્વક કરાયેલી ધર્મક્રિયા જ આત્માના હિત માટે થાય છે. તેથી જ્ઞાનગુણ જ પ્રાપ્ત કરવા જેવો છે. તથા તેની પ્રાપ્તિ માત્ર થાય એટલું જ નહીં, પણ તેનો આત્માને સ્પર્શ થાય, આત્મા તેમાં તન્મય બની જાય તેવી સ્પર્ધાત્મક જ્ઞાનગુણ મેળવવા માટે ઘણો ઘણો અભ્યાસ કરવો જોઈએ. ઉપરોક્ત કથનનો આ સાર જાણવો. જો જ્ઞાનનો ત્યાગ કરવામાં આવે તો આ આત્માની સિદ્ધિ ક્યારેય ન થાય, સંસારમાં પણ છે જે કાર્ય કરવું હોય તેનું જ્ઞાન જ, તેનો અનુભવ જ હોવો જોઈએ તો જ તે કાર્ય કરી શકાય છે તો આત્મ-કલ્યાણની સાધના કરવામાં તો જ્ઞાન વિશેષે કરીને આવશ્યક છે. તે માટે આવા પ્રકારના જ્ઞાનસાર ભણવાના અભ્યાસી જીવે વિશેષ કરીને જ્ઞાનગુણ પાછળ અતિશય પ્રયત્નશીલ થવું જરૂરી છે. ll૧રા अथ श्रीमद्यशोविजयोपाध्यायैः एतद् ज्ञानसाराभिधं शास्त्रं रचितम् । तत्क्षेत्रादिप्रतिपादकं वृत्तमुच्यते - सिद्धिं सिद्धपुरे पुरन्दरपुरस्पर्धावहे लब्धवान् । चिद्दीपोऽयमुदारसारमहसा दीपोत्सवे पर्वणि ॥ एतद्भावनभावपावनमनश्चञ्चच्चमत्कारिणाम् । तैस्तैर्दीपशतैः सुनिश्चयमतैर्नित्योऽस्तु दीपोत्सवः ॥१३॥ - ગાથાર્થ :- શ્રી યશોવિજયજી ઉપાધ્યાય વડે આ જ્ઞાનસાર નામનું શાસ્ત્ર રચાયું, તેનાં ક્ષેત્ર વગેરેને પ્રતિપાદન કરનારો શ્લોક કહે છે. ક્યારે બનાવ્યું? ક્યાં બનાવ્યું? તે ક્ષેત્ર અને કાળ કહેનારો આ શ્લોક છે - “ઈન્દ્રના નગરની સાથે સ્પર્ધા કરે એવી શોભાવાળા સિદ્ધપુર નામના નગરમાં આ જ્ઞાનરૂપી દીપક ઉદાર અને શ્રેષ્ઠ તેજ વડે દીપતા એવા દીપાવલિના મહાન ઉત્સવવાળા પર્વના દિવસે જ સિદ્ધિને (સમાપ્તિને) પામ્યો. આ ગ્રન્થની ઊંડી ઊંડી ભાવનાઓ ભાવવા દ્વારા પવિત્ર બનેલા મનમાં ઉઠતા અનેક મનોહર ચમત્કારવાળા વિદ્વાન જીવોને તેનાથી સારી રીતે નિશ્ચિત કરેલા સિદ્ધાન્તો રૂપી તે તે સેંકડો દીવડાઓ વડે નિત્ય દીપાવલી હોજો. ll૧૩ વિવેચન :- “સિદ્ધ સિદ્ધપુર તિ” પ્રચઃ સિદ્ધપુર ના સૂત્રરચનયા सिद्धिं लब्धवान् । पुनः उदारसारमहसा-प्रधानसारतेजसा दीपोत्सवे पर्वणि दीपालिकादिने सम्पूर्णतां गतः ।

Loading...

Page Navigation
1 ... 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929