Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 907
________________ જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા ૮૭૧ ચારિત્ર છે અને તે જ્ઞાન-રમણતા જ છે. જો આચરણાને ચારિત્ર કહીશું તો ચૌદમા ગુણઠાણે અને મુક્તિમાં અશુભ કે શુભ કોઈપણ જાતની આચરણા ન હોવાથી ચારિત્ર નથી, એમ કહેવું પડશે. માટે કાયિક આચરણા એ ચારિત્ર નથી પણ સ્વભાવમાં રમણતા એ ચારિત્ર છે. પરંતુ કેશલોચ, પડિલેહણ, દેવવંદન ઈત્યાદિ જે શુભક્રિયાઓ છે. તે શારીરિક મમતા આદિ રૂપ મોહક્ષયનું કારણ છે. તેથી શુભક્રિયાને પણ ઉપચા૨ે ચારિત્રગુણ કહેવાય છે વાસ્તવિકપણે તો તે શુભયોગ છે. તેથી જ સિદ્ધભગવંતોને “નો ચરિત્તા, નો અરિત્તા'' કહેવાય છે. એવી જ રીતે સાતાવેદનીયનો જે ઉદય તે સુખ છે આવો અર્થ કરીએ તે બરાબર નથી. કારણ કે જો આવો અર્થ કરીએ તો તે સુખ તો ઔયિકભાવનું થયું, વિભાવદશા જ થઈ, મુક્તિના જીવોને ઔદિયકભાવ નથી, સાતાવેદનીયના ઉદયજન્ય સુખ ત્યાં નથી. માટે સાતાના ઉદયજન્ય સુખ, તે સુખ જ નથી દુઃખ માત્ર જ છે. ‘‘સાયાસાયં યુવશ્વમેવ' આવું શાસ્ત્રકારનું વચન છે. માટે જ્ઞાનનો આનંદ-સ્વભાવદશાનો આનંદ તે જ સાચું સુખ છે આવું સુખ મુક્તિમાં છે. તથા જ્ઞાનનો આસ્વાદ માણવો તે જ ભોગ-ઉપભોગ છે આમ ભાવના ભાવવી, આત્માના જ્ઞાનગુણનો ભોગ-ઉપભોગ તે જ સાચું સુખ છે. ઉપર પ્રમાણે જે ભાવના સમજાવી તે જ્ઞાનરમણતા-એ જ ચારિત્ર, જ્ઞાનનો આનંદ તે જ સુખ, જ્ઞાનનો ઉપયોગ કરવો તે જ વીર્ય, ભોગ, ઉપભોગ. આમ જ્ઞાનગુણમય જીવ છે બીજા બધા જ ગુણો જ્ઞાનના જ સ્વરૂપાત્મક છે તેથી સર્વે ગુણો જ્ઞાનમાં જ સમાઈ જાય છે આમ અભેદનય લઈને આ વાત સમજાવી, જ્ઞાનાદ્વૈત-એક જ્ઞાન ગુણ જ આત્માનો છે. સર્વે ગુણો તેમાં જ સમાયેલા છે. શ્રી વિષેષાવશ્યકભાષ્યમાં પૃથક્ષણે પણ ગુણોની ભાવના જણાવેલી છે. ભેદનયની પ્રધાનતા કરો તો ગુણોનો પરસ્પર ભેદ પણ છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર-સુખ તપ-વીર્ય-ભોગઉપભોગ એમ અનેક ગુણો આ જીવના છે. આ સર્વે ગુણો કંઈક અંશે પૃથક્ પૃથક્ છે એમ પણ ત્યાં સમજાવેલ છે. ભેદનયની અપેક્ષા કરીએ તો અનંતગુણો છે તેમાં પણ ઉપયોગમય આત્મા છે આમ જ્યારે આત્માના લક્ષણનું વર્ણન ક૨વામાં આવે ત્યારે તો મુખ્યત્વે જ્ઞાન જ લેવાય છે તેથી જ્ઞાન એ પ્રધાનતાએ જીવનો ગુણ છે. ભેદનયથી ભલે અનેક ગુણો હોય અને પૃથક્ પૃથક્ હોય તો પણ “જ્ઞાનાદ્વૈતનયથી” - અભેદનયથી જ્ઞાન એ જ આત્મા છે. જ્ઞાન એ જ સાધ્ય છે. જ્ઞાન-રમણતાએ જ સ્વભાવદશા છે. જ્ઞાન ઉપરની આવરણતા દૂર કરવી અર્થાત્ નિરાવરણતા મેળવવી એ જ સિદ્ધિ છે. આ પ્રમાણે દૃષ્ટિ કરવી. પ્રશ્ન :- શા માટે જ્ઞાનને જ સાધ્ય બનાવવું ?

Loading...

Page Navigation
1 ... 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929