Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 902
________________ જ્ઞાનસાર ૮૬૬ જ્ઞાનસારની ગરિમા હોવાથી આહારાદિમાં મોહ જોર કરે છે એટલે કર્મબંધ વધારે થાય છે અને બહુ-શ્રતવાળાને શ્રુતના બળથી મોહનો નાશ કર્યો હોવાથી આહારાદિમાં મોહસંજ્ઞા ઉછળતી નથી. એટલે વધારે બંધ થતો નથી. ઈત્યાદિ પાઠોનો આધાર અહીં સ્વયં જાણવો. હા ज्ञानपूतां परेऽप्याहुः, क्रियां हेमघटोपमाम् । युक्तं तदपि तद्भावं, न यद्भग्नापि सोज्झति ॥१०॥ ગાથાર્થ - પરદર્શનકારો પણ જ્ઞાનપૂર્વકની કરાયેલી પવિત્ર ક્રિયાને સુવર્ણના ઘટની ઉપમા આપે છે તે પણ યોગ્ય જ છે. કારણ કે સુવર્ણના ઘટમાં જે ઘટપણું છે તે ભાગ્યે છતે પણ સુવર્ણપણું નાશ પામતું નથી. ૧૦ ટીકા - “જ્ઞાનપૂતામિતિ" જ્ઞાનપૂતાં-જ્ઞાનેન પવિત્ર ક્રિયાં-અમથો વ્યાપારાત્મ, हेमघटोपमां-सुवर्णकलशसदृशीं परेऽपि-अन्ययूथिका अपि आहुः । एतद् युक्तम् । तदपि-हेमघटे भग्ने अपि तद्भावं-हेममौल्यं नोज्झति । तथा सद्ज्ञानयुक्ता क्रिया, ततः पतितस्य भग्नस्यापि नाधिकस्थितिबन्धः । "बन्धेण न वोलइ कयावि" इति वचनात् । ज्ञानी क्रियायुक्तः स्थितिक्षयं करोति । ततः पतितोऽपि तत् स्थितिस्थानं नातिक्रामति । अतो ज्ञानपूर्विका एव तथ्या । तथा च औपपातिकाङ्गे-मिथ्यादृष्टिः एकान्तेन द्रव्ययतिलिङ्गक्रियायुक्तः नवमग्रैवेयकान्तं गच्छति । तथापि स्थितौ पूर्णबन्धक एव । सम्यग्दृष्टिप्रतिपत्तौ तत्पतितोऽपि-मिथ्यात्वभावं गतोऽपि एककोटाकोट्यन्तरस्थितिं बध्नाति, नाधिका बजाति । अतः ज्ञानस्याधिकत्वम् ॥१०॥ - વિવેચન :- એકલી ક્રિયામાત્રથી કરાયેલો કર્મોનો ક્ષય મંડૂકના ચૂર્ણતુલ્ય (મૃતશરીરતુલ્ય) હોય છે અને એકલા જ્ઞાનમાત્રથી કરાયેલો કર્મોનો ક્ષય દગ્ધતચૂર્ણ તુલ્ય હોય છે અને બન્ને સાથે હોય તો કરાયેલો કર્મોનો ક્ષય અપૂર્વ હોય છે આમ જૈનદર્શનકાર તો કહે જ છે પરંતુ અન્ય દર્શનકારો પણ ધાર્મિક ક્રિયા અને જ્ઞાનની બાબતમાં આમ જ કહે છે તેની વાત કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - જ્ઞાનપૂર્વકની (જ્ઞાન દ્વારા પવિત્ર થયેલી) ધર્મક્રિયાને એટલે કે મન-વચન-કાયાના શુભ યોગવ્યાપાર સ્વરૂપ ક્રિયાને સુવર્ણના કળશની તુલ્ય છે એમ અન્યયૂથિકો (પરદર્શનકારો) પણ કહે છે અને પર-દર્શનકારો આમ જે કહે છે તે બરાબર યોગ્ય જ છે. કારણ કે જ્યારે જ્યારે સુવર્ણનો ઘટ ભાંગે-તુટે-ફુટે તો પણ સુવર્ણભાવને ત્યજતો નથી. અર્થાત્ સોનાનો ઘટ ભાંગી જાય તો ઘટપણે જ ચાલ્યું જાય છે પણ સુવર્ણપણે કાયમ રહે છે. સુવર્ણપણું ચાલ્યું

Loading...

Page Navigation
1 ... 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929