Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 903
________________ જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા ८६७ જતું નથી. તેવી જ રીતે સમ્યજ્ઞાનપૂર્વક કરાયેલી ધર્મક્રિયા પણ તેવી જ જાણવી. આવી ધર્મક્રિયા કરીને જીવ જો પતન પામેલો હોય તો પણ અધિક સ્થિતિબંધ કરતો નથી. પડે તો પણ બંધનું ઉલ્લંઘન ન કરે” આવું શાસ્ત્રવચન હોવાથી, ભાવાર્થ એવો છે કે ધર્મક્રિયાથી યુક્ત એવો સમ્યજ્ઞાની આત્મા કર્મોની પૂર્વકાળમાં બાંધેલી ૭૦-૮૦-૩૦ અને ૨૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિનો ક્ષય કરીને માત્ર એક કોડાકોડી સાગરોપમની અંદર કંઈક ન્યૂન (અંતઃકોડાકોડી સાગરોપમની) સ્થિતિ કરે છે. ત્યાર બાદ સમ્યકત્વથી પડીને તે જીવ ધારો કે મિથ્યાત્વગુણસ્થાનકે જાય, તો પણ અંતઃકોડાકોડી પ્રમાણ જે સ્થિતિસ્થાન પ્રાપ્ત કર્યું છે તેનું ઉલ્લંઘન કરતો નથી. અર્થાત્ અધિકસ્થિતિ બાંધતો નથી. આ કારણથી જ્ઞાનપૂર્વક કરાયેલી ધર્મક્રિયા જ સાચી ક્રિયા છે. ઉપકાર કરનારી ક્રિયા છે. અહીં કર્મગ્રંથકારનો મત એવો છે કે સ્થિતિ અધિક બાંધે, પણ રસ અધિક ન બાંધે અને સિદ્ધાન્તકારનો મત એવો છે કે પતિત થયેલો જીવ સ્થિતિ પણ અધિક ન બાંધે અને રસ પણ અધિક ન બાંધે. આ રીતે સમ્યજ્ઞાની આત્મા કદાચ પતન પામે તો પણ પરિણામની ધારામાં તીવ્ર કષાયો ન આવવાથી કર્મોની સ્થિતિ-રસના બંધનું ઉલ્લંઘન કરતા નથી. શ્રી ઔપપાતિક ઉપાંગમાં (ઉવવાઈ સૂત્રમાં) કહ્યું છે કે મિથ્યાષ્ટિ જીવ કદાચ સાધુપણું લહે, ઉત્કૃષ્ટપણે ધર્મક્રિયા કરે, દ્રવ્યથી મુનિનું લિંગ અને મુનિપણાની ક્રિયાથી યુક્ત થાય, તો પણ મિથ્યાદૃષ્ટિ હોવાથી સમ્યજ્ઞાની નથી. માટે એકાન્ત વધારેમાં વધારે નવમા ગ્રેવેયક સુધી જ જાય છે. (પણ અનુત્તરવાસી દેવમાં કે મોક્ષમાં તે જીવ જતો નથી) અને પરિણામની ધારા મિથ્યાત્વમોહવાળી હોવાથી પૂરેપૂરો ૭૦-૪૦-૩૦-૨૦ કોડાકોડી સાગરોપમનો સ્થિતિબંધ કરી શકે છે. માટે તે શ્રેષ્ઠ નથી. પરંતુ જો સમ્યગ્દષ્ટિપણું સ્વીકાર્યું હોય, સમ્યકત્વ પ્રાપ્ત થઈ ચૂક્યું હોય તો પછીથી કદાચ તે જીવ પડે તો પણ એટલે કે મિથ્યત્વદશા પામે તો પણ એક કોડાકોડી સાગરોપમની અંદર જ (કંઈક ન્યૂન જ) સ્થિતિ બાંધે છે પણ અધિકસ્થિતિ બાંધતો નથી. આ કારણે જ જ્ઞાનની અધિકતા છે જ્ઞાન એ દીપકતુલ્ય પ્રકાશક છે તેથી જ્ઞાન પામેલા આત્મા કદાચ પડે તો પણ તે આત્માના પરિણામ અતિશય પતનને પામતા નથી. ૧૦ પુન: દ્રઢતિ - ફરીથી આ જ વાતને મજબૂત કરે છે. क्रियाशून्यं च यद् ज्ञानं, ज्ञानशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥११॥

Loading...

Page Navigation
1 ... 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929