Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 897
________________ જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા ૮૬૧ આ મહાત્માઓ કેવા છે ? તે વાત બે વિશેષણોથી સમજાવે છે. નિર્વિકાર અને નિરાબાધ એવા જ્ઞાનસારને પામેલા મહાત્માઓ છે આ એક વિશેષણ થયું તથા વિનિવૃત્તપરાશા વાળા મહાત્માઓ છે આ બીજું વિશેષણ છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે - વિકાર રહિત એવો જ્ઞાનનો સાર પામેલા, જે જ્ઞાનસાર ભણવાથી મોહના તમામ વિકારો જેના જીવનમાંથી ચાલ્યા જાય છે. તથા સંસારમાં સર્વે પણ બાધાઓ (પીડાઓ) પુદ્ગલદ્રવ્યના સંયોગથી જ આવે છે, સંયોગ થાય તેનો વિયોગ થાય જ, તેની વિયોગકાલે પીડા આવે જ, આવા પ્રકારની પીડા વિનાનો જે જ્ઞાનનો સાર છે તેને પામેલા આ મહાત્માઓ છે. વિકારોનો અને મોહજન્ય પીડાઓનો નાશ કરે અને આત્માને વાસ્તવિક શાન્તિ આપે એવો સુંદર જે જ્ઞાનનો સાર છે તેને પામેલા આ મહાત્માઓ છે. તેથી આ ભવમાં જ અને અહીં જ મોક્ષ છે. તથા પરદ્રવ્યની આશા જેમના જીવનમાંથી ચાલી ગઈ છે તેવા મહાત્માઓ છે, સર્વથા પુદ્ગલદ્રવ્યની આશા વિનાના, નિઃસ્પૃહ, વાક્છા વિનાના મહાત્માઓ છે, માટે આ જ ભવમાં મોક્ષ છે, જ્ઞાનસારના અભ્યાસથી, ચિંતન-મનનથી એટલી બધી ઊંચી દશામાં વર્તે છે કે જાણે મોક્ષના સુખનો જ આસ્વાદ અહીં જ માણતા હોય તેવા છે. દા चित्तमार्द्रीकृतं ज्ञानसार - सारस्वतोर्मिभिः । नाप्नोति तीव्रमोहाग्नि- श्लेषशोककदर्थनाम् ॥७॥ ગાથાર્થ ઃ- જ્ઞાનસારની વાણીની ઊર્મિઓ વડે જેનું ચિત્ત ભીનું ભીનું કરાયું છે તે મહાત્માઓનું ચિત્ત તીવ્ર મોહ રૂપી અગ્નિના દાહજન્ય શોકની પીડાને ક્યારેય પામતું નથી. 11911 ટીકા :- ‘“ખ્રિમિતિ'' જ્ઞાનસાર,મિધો પ્રગ્ન્ય: તસ્ય સરસ્વતી-વાળી, તસ્યા મે ऊर्मयः - कल्लोलास्तैः येषां चित्तमार्द्रीकृतम्, तेषां जीवानां तीव्रो मोहाग्नेः आश्लेषः તેન યઃ શોઃ, તસ્ય ડ્થના-પીડા, તાં નાખોતિ । કૃત્યનેન જ્ઞાનસારાસારवर्षणार्द्रीकृतचित्तानां मोहाग्नितापो न भवति ॥७॥ વિવેચન :- જ્ઞાનસાર છે નામ જેનું એવો જે આ ૩૨ અષ્ટકોનો બનાવેલો મહાગ્રંથ છે તેમાં આલેખાયેલી વાણીની ઉર્મિઓ (કલ્લોલો) દ્વારા જે મહાત્માઓનું ચિત્ત ભીનું ભીનું થયું છે. જેઓના હૃદયમાં જ્ઞાનસારાષ્ટકના વૈરાગ્યવર્ધક શ્લોકો હાલતાં-ચાલતાં-ઉઠતાં-બેસતાં એમ કોઈપણ કામકાજ કરતાં જીભ ઉપર રમે છે. વારંવાર આ શ્લોકોનું જ જેઓને રટન ચાલે છે. તેના કારણે જેઓનું ચિત્ત સંવેગ-નિર્વેદ અને વૈરાગ્યાદિ ગુણોથી ભીનું-ભીનું બન્યું

Loading...

Page Navigation
1 ... 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929