Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 892
________________ જ્ઞાનસારની ગરિમા “જ્ઞાનસાર એ ભવોદિધ તરવામાં વહાણ છે” एवं कारणकार्यपूर्वकाधिकारद्वात्रिंशत्फलकोपेतं ज्ञानसारं नाम यानपात्रम् । यदारूढाः मिथ्याज्ञानभ्रमणभीषणमतत्त्वैकत्वतारूपजलगम्भीरम्, असंयमपाथोधिमुल्लङ्ध्य सम्यग्दर्शनप्रतोलीमण्डितम्, सम्यग्ज्ञाननिधानोपेतम्, सम्यक्चारित्रानन्दास्वादमधुरम्, असङ्ख्येयप्रदेशस्वसंवेद्यतत्त्ववेदकतासम्पत्प्रवणम्, जिनप्रवचनप्राकारोत्सर्गापवादपरिखासंयुतम्, नयगमनिक्षेपानेकगुणौघं लभन्ते स्याद्वादपत्तनं भव्याः । इति ज्ञानसारफलोपदेशकं ग्रन्थस्य मौलिरूपमन्त्याधिकारमाह श्रीमत्पाठकेन्द्रः 118 11 ૮૫૬ વિવેચન :- ઉપરની પંક્તિઓમાં નીચે મુજબની કલ્પના કરી છે (૧) જ્ઞાનસાર એ બત્રીસ પાટીયાઓનું બનેલું વહાણ છે. (૨) અસંયમ - (અવિરતિ) એ સમુદ્ર છે. (૩) સ્યાદ્વાદ એ સામા કિનારાનું ભવ્યનગર છે. (૪) મિથ્યાજ્ઞાન-મિથ્યાતત્ત્વનો આગ્રહ એ પાણી છે. (૫) સમ્યગ્દર્શન એ સામા નગરનો દરવાજો છે. (૬) સભ્યજ્ઞાન એ ધનનો ભંડાર છે. (૭) સમ્યક્ચારિત્ર એ આનંદના આસ્વાદની મધુરતા છે. (૮) આત્મતત્ત્વનું સંવેદન એ સંપત્તિ છે. (૯) જિનેશ્વર પ્રભુનું પ્રવચન એ કિલ્લો છે. જ્ઞાનસાર (૧૦) ઉત્સર્ગ અને અપવાદનું નિરૂપણ એ કિલ્લાને ફરતી ખાઈ છે. (૧૧) સાત નયો અને ચાર નિક્ષેપા એ અનેક જાતની સુંદરતાનો સમૂહ છે. ઉપર પ્રમાણે ૧૧ જુદી જુદી રીતે ઉપમાઓ આપીને ટીકાકારશ્રી દેવચંદ્રવિજયજી મહારાજશ્રી જ્ઞાનસારનો મહિમા સમજાવે છે કે આ જ્ઞાનસાર નામનો જે ગ્રંથ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ બનાવ્યો છે તે આ સંસારસાગર તરવામાં શ્રેષ્ઠ વહાણ સમાન છે. વહાણ જેમ લાકડાનાં પાટીયાં પરસ્પર જોડવાથી બને છે. એમ પૂર્વ પૂર્વ અધિકારો કારણ સ્વરૂપે અને પછી પછીના અધિકારો કાર્ય સ્વરૂપે એમ કારણ-કાર્યતાના સંબંધ વાળા બત્રીસ અધિકારો રૂપી બત્રીસ પાટીયાં પરસ્પર જડીને બનાવેલ આ જ્ઞાનસાર એ ખરેખર સંસારસમુદ્ર તરવામાં યાનપાત્ર-વહાણ છે. મોટી સ્ટીમર છે.

Loading...

Page Navigation
1 ... 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929