Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 889
________________ જ્ઞાનમંજરી ૩૨ અષ્ટકોનો ઉપસંહાર ૮૫૩ ટીકા :- “વિદ્યાવિશ્વતિ” અવંવિધ: શરદ વિદ્યાવિશ્વસમ્પના-વિદા -श्रुताभ्यासः, विवेकः-स्वपरविभजनात्मकः, ताभ्यां सम्पन्नः, तत्कथिते विद्याष्टकविवेकाष्टके । यो हि विद्याविवेकसम्पन्नः, सः मध्यस्थः-इष्टानिष्टे वस्तुनि रागद्वेषरहितो भवति, तेन माध्यस्थ्याष्टकम् । मध्यस्थो हि भयरहितः, तेन भयविवर्जनाष्टकम् । भयरहितस्य नात्मश्लाघा इष्टा, इत्यनेन अनात्मशंसा भवति तन्निरूपणाष्टकम् । यः लौकिकश्लाघाकीाद्यभिलाषरहितः स तत्त्वदृष्टिः, तेन तत्त्वदृष्ट्यष्टकम् । यस्य तत्त्वदृष्टिः, स एव सर्वसमृद्धिः परमसम्पदावान् भवति, तेन सर्वसमृद्धयष्टकम् ॥२॥ વિવેચન :- ત્યાગી, નિર્લેપ, નિઃસ્પૃહ અને મૌની આવા આવા ગુણોવાળો પવિત્ર આત્મા વિદ્યા અને વિવેક ગુણોથી સંપન્ન બને છે. વિદ્યા એટલે શ્રુતશાસ્ત્રોનો અભ્યાસ અને વિવેક એટલે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો ભેદ કરવો, તે બને ગુણોથી યુક્ત આત્મા થાય છે તે કારણે ચૌદમું વિદ્યાષ્ટક અને પંદરમું વિવેકાષ્ટક સમજાવેલ છે. જે આત્મા શાસ્ત્રાભ્યાસ રૂપ વિદ્યાર્થી અને સ્વ-પરનો ભેદ કરવા રૂપ વિવેકથી સંપન્ન થાય છે. તે આત્મા મધ્યસ્થ બને છે. ગમે તેવી ઈષ્ટ અથવા અનિષ્ટ વસ્તુઓનો યોગ થાય તો પણ તે આત્મા તેમાં રાગ-દ્વેષ વાળો થતો નથી. અર્થાતુ રાગ-દ્વેષરહિત મધ્યસ્થ બને છે. તે કારણે વિદ્યાષ્ટક અને વિવેકાષ્ટક પછી સોળમું મધ્યસ્થાષ્ટક કહેલું છે. જે આત્મા મધ્યસ્થ હોય છે કોઈપણ બાજુનો પક્ષપાત હોતો નથી તેને કોઈથી ડરવાનું રહેતું નથી અર્થાત્ ભયરહિત હોય છે કારણ કે કોઈપણ બાજુનો ખોટી રીતે પક્ષ કર્યો નથી માટે કોઈ જાતનો ભય નથી તેથી સત્તરમું નિર્ભયાષ્ટક કહેલ છે. ભયરહિત જે આત્મા હોય છે તેને ક્યારેય આત્મપ્રશંસા કરવાનું મન થતું નથી, પોતાની પ્રશંસા પોતે કરવી તે આવા પ્રકારના નિર્ભય જીવને ઈષ્ટ નથી તેથી “અનાત્મશંસા” થાય છે માટે અઢારમું અનાત્મશંસાષ્ટક કહેલ છે. જે આત્મા લૌકિક પ્રશંસા અને કીર્તિ આદિ રૂપ પોતાની પ્રશંસાને ઈચ્છતો નથી અને અનાત્મશંસક બને છે તે જ પરમાર્થ તત્ત્વને દેખનાર બને છે એટલે તેની દૃષ્ટિ સાચી દષ્ટિ થાય છે અર્થાત્ તત્ત્વદૃષ્ટિ થાય છે માટે ઓગણીશમું “તત્ત્વદૃષ્ટિઅષ્ટક” કહેલ છે. જે જીવ તત્ત્વદૃષ્ટિવાળો બને છે તે જ પોતાના આત્મામાં ભરેલી અનંત અનંત ગુણોની સમૃદ્ધિ છે તેને દેખે છે અને તેને જ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો છતો પોતાના આત્મગુણોની સર્વસમૃદ્ધિ મેળવે છે તે માટે વશમ્ સર્વસમૃદ્ધિ અષ્ટક કહેલું છે. રા.

Loading...

Page Navigation
1 ... 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929