Book Title: Gyanpad Bhaije Re Author(s): Shrutgyan Prasarak Sabha Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 4
________________ પ્રથમાવૃત્તિની પ્રસ્તાવના આવી નાની બુકની પ્રસ્તાવના લખવાની વિશેષ આવશ્યકતા હોતી નથી, પરંતુ આ બુક તૈયાર કરવાનું કારણ શાથી ઉત્પન્ન થયું તે જણાવવા માટે ટૂંકમાં પ્રસ્તાવના લખવાની જરૂર છે. અમદાવાદનિવાસી ઉદારતા, ધૈર્ય, ગાંભીર્ય, વિચક્ષણતા અને ધર્મચુસ્તતા વિગેરે ગુણોથી અલંકૃત શેઠ મનસુખભાઈ ભગુભાઈ પ્રસ્તુત વર્ષના (વિ.સં. ૧૯૬૯) માગશર વિદ-૧૨સે અકસ્માત પંચત્વ પામવાથી તેમનું સ્મરણ દીર્ઘકાળ પર્યંત ટકી રહે અને અન્ય પણ પ્રબળ લાભ થાય એવી ઇચ્છાવાળા તેમના લઘુબંધવ શેઠ જમનાભાઇના સુશીલ અને અનેક ગુણસંપન્ન પત્ની અ.સૌ. બહેન માણેકબાએ પોતે કરેલા જ્ઞાનપંચમીના તપને પ્રાંતે તે તપ કરનારાઓમાં લ્હાણી કરવાના ઇરાદાથી તે જ તપની પુષ્ટિ કરનાર બુક છપાવવા વિચાર કર્યો અને તે વિચારને અનેક સ્થાનેથી પુષ્ટિ મળતાં અમારી સભાના પ્રમુખ મી. કુંવરજી આણંદજીને તે કામ સોંપવામાં આવ્યું. તેમણે પ્રથમ ખરેખરી જ્ઞાનાચારની ઓળખાણ થવા માટે શ્રી આચાર પ્રદીપ ગ્રંથમાંથી જ્ઞાનાચાર પૂરતા વિભાગનું ભાષાંતર કરાવી તેને સુધાર્યું અને ત્યાર પછી જ્ઞાનપંચમીને લગતી પૂજા, ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિ, સજ્ઝાય વિગેરેનો સંગ્રહ કરી, શ્રી વિજયલક્ષ્મીસૂરિના કરેલા જ્ઞાનપંચમીના દેવવંદન કે જેના અર્થ સાધારણ બુદ્ધિવાળાને મુશ્કેલ લાગે તેવા છે તે લખી કાઢી વિદ્વાન જૈન બંધુઓ પાસે તપાસરાવીને તૈયાર કર્યા. પછી તે સર્વ સંગ્રહ ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 322