Book Title: Guru Bodh
Author(s): Buddhisagar
Publisher: Satyendraprasad Mehta Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સદ્ વિચારે ગુરૂમહારાજને વિદલે કી મધ્યાહું મરાવી પરિક્ષા લીધા બાદ રાત્રે થયેલ આ નિશ્ચય શ્રી સંઘે જાણોસર હર્ષ પ્રસર્યો. બીજે દિવસે સપ્તમીના શુભ દિવસે સંધ સમક્ષ ભારે આડંબર પૂર્વક પૂર્ણ પ્રેમથી શ્રીમદે સંસાર ત્યાગી દિક્ષા લીધી. આ પછી શ્રીમદે ઉપદેશદ્વારા જગતના લોકોનું કલ્યાણ કરવાનું કાર્ય આરંવ્યું. સાહિત્યક્ષેત્રમાં પણ તેમની લેખિની પૂર ઝડપે ગમન કરવા લાગી. શ્રીમદ્દની લેખન શૈલી સરળ અને ભાવવાહી છે. વર્તમાન કાલિન જૈન યા જૈનેતર કેમના અન્ય સાધુ-આચાર્ય આટલા વખતમાં લગભગ ૧૫૦ જેટલા ગુજરાતી-સંસ્કૃત-હિન્દી મહાગ્રંથ પિતે જાતે જ લખવાનું અમારી જાણમાં નથી. આવા ઉત્તમ આત્મજ્ઞાન યુક્ત ગદ્ય-પદ્ય મહાગ્રંથોના મહા લેખક તરીકે ભારતભૂમિમાં અગ્રસ્થાને ઉભેલા આ પવિત્ર મહાત્માને જોતાંજ જાણે તેમના કંઠમાં શ્રી શારદાદેવી સ્વહસ્તેજ વિજયમાળ ન અર્પતાં હેય એમ ભાસ થાય છે, જગતના ઉપકારક આ પૂજ્ય મહારાજશ્રીનું જીવન આત્માની દૈવી શક્તિોથી ભરપુર છે, જગતપર તેમના અનેક ઉપકારો થયા છે અને થાય છે. શ્રીમદ્ અત્યારે ભારતવર્ષના પૃથ્વિ તલને પાવન કરતા પિતાની અમૃતવાણીથી પ્રજાજનને સજ્ઞાન સમજાવતા વિચારી રહ્યા છે. લગભગ પચાસ વર્ષની ઉમ્મર થવા છતાં; શરીર નરમ હોવા છતાં ગ્રંથ લેખનનું કાર્ય પણ ચાલુ જ છે. વિશ્રાતિ શું છે તે તેમણે જાણ્યું જ નથી. આ મહાન સાધુરાજનું જીવન ખરેખર પુણ્યમય અને પરોપકારાર્થે જ છે. આવા પુણ્યપ્રતાપી મહાનુભાવ યોગીરાજને અમારા પુનઃ પુનઃ પ્રણામ છે. પરમકૃપાળુ પરમાત્મા શ્રીમદ્દને અપૂર્વ આત્મબળ સમપ દીર્ધાયુ કરે. સત્યેન્દ્ર મહેતા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 248