Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 6
________________ સર્વગ્રાહી અધ્યયન; (૪) કોઈ એક સાહિત્યપ્રકારના વિકાસ ને સ્વરૂપવિધાનનું નિરૂપણ અને (૫) વીતેલાં વર્ષોની પ્રતિનિધિરૂપ સાહિત્યકૃતિઓનો ટૂંકે રસલક્ષી પરિચય. આ યોજનાનુસાર વિભાગ (૩) અને (૪) માટે અનુક્રમે નરસિંહ-ભાલ તથા ચરિત્રના સાહિત્યપ્રકાર વિશે વિસ્તૃત લેખે મૂકવાનું નક્કી કર્યું હતું અને તેનું મોટા ભાગનું લખાણ તૈયાર પણ થયું હતું. પણ પૃષ–સંખ્યાની મર્યાદાને કારણે તેનાં પહેલાં બે અંગે જે અગાઉની માફક અહીં સ્થાન પામી શકળ્યાં ને બાકીનું લખાણ લટકતું રહ્યું ! હવે પછીનાં પુસ્તકમાં સંથકાર-પરિચયને–ખાસ કરીને વિદેહન–વિભાગ ટ્રકે થશે. એટલે અહીં ઉલ્લેખેલ પેજનાનો તેમાં સમાવેશ કરવાનો પ્રયત્ન થશે તે ગુજરાતી સાહિત્યના આ અભ્યાસગ્રંથમાં બે મહત્ત્વનાં અંગ ઉમેર્યા ગણી. વીતેલા દસકાના વાયુમય પર દષ્ટિપાત કરવામાં કૃતિ કે કર્તાના કરતાં સાહિત્યના પ્રવાહ અને પ્રકાર પર વિશેષ નજર રાખી છે. તેમાં ઉલ્લેખેલાં નામને કેવળ દૃષ્ટાન્ત કે નમૂના તરીકે જ ગણવાનાં છે. તેમને આપેલ પૂર્વાપર ક્રમ ગુણવત્તાસૂચક નથી. “કેળવણી” પછી આવતા વિષયોના અવલોકનમાં વિસ્તાર ભયે મુખ્ય મુખ્ય કૃતિઓને નિર્દેશ કરીને જ સંતોષ માનવો પડે છે; અને તેમાં ય અશેષ યાદી આપ્યાને દા નથી. ગ્રંથકાર-ચરિતાવલિને અંગે વિદ્યમાન લેખકેની પસંદગી કરવામાં તેમની સાહિત્યકાર તરીકેની યેગ્યતા ઉપરાંત વયને પણ લક્ષમાં રાખેલ છે. આજ સુધીમાં સ્થાન ન પામેલા વયોવૃદ્ધ લેખકોને પહેલાં સમાવી લેવાની દૃષ્ટિ રાખી હોવાથી યોગ્યતા હોવા છતાં આજની જુવાન લેખક પેઢીમાંથી કેટલાકને પરિચય પછીના પુસ્તક માટે મુલતવી રાખ પડ્યો છે. એમાંના ઘણાની પ્રવૃત્તિ હજુ ચાલુ છે. તે કાળક્રમે મહેરીને ચક્કસ આકાર ધારણ કરે તે પછી આકરગ્રંથમાં નોંધાય તે અભ્યાસીઓને વિશેષ લાભ થાય એ દેખીતું છે. “ગ્રંથ અને ગ્રંથકાર'ના પહેલા આઠ ભાગમાં વિદ્યમાને પૈકી અનેક એવા લેખકે સ્થાન પામ્યા છે, જેમના પરિચય છપાયા બાદ જ એમની પ્રવૃત્તિ ખરેખરી વિકસી છે. એવા લેખકે હવે પછીના ગ્રંથમાં નવેસર પરિચય અપાય તે જ એ વિભાગની ઉપમિતા સધાય. નવમા ભાગ સુધીમાં સમાવેશ નહિ પામેલા બધા જ પ્રતિષ્ઠિત વિદેહ ગ્રંથકારોને આ ભાગમાં સમાવી લેવાને ઈરાદે હતો. પણ હજુ ય થોડાક બાકી રહી ગયા છે. -

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 344