Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના ગ્રંથ અને ગ્રંથકાર'ના મૂળ યાજક સ્વ. હીરાલાલ ત્રિ. પારેખે એને દરેક ભાગ દર વર્ષે તૈયાર કરીને બહાર પાડવાનો નિયમ રાખે હતો. પણ તેમના અવસાન બાદ એ નિયમ જળવાઈ શક્યો નહિ. ઈ. સ. ૧૯૩૬માં આઠમો ભાગ બહાર પડવો તે પછી નવમો આઠ વર્ષે પ્રગટ થયો હતો. અને નવમા પછી સંજોગવશાત બીજાં આઠ વર્ષે આ દસમો ભાગ પ્રસિદ્ધ થવા પામે છે. પણ તેથી આ પુસ્તકમાળાના મૂળ ઉદેશને ભાગ્યે જ હાનિ પહોંચી છે. ખરું જોતાં, હવે “ગ્રંથ અને ગ્રંથકાર'ના વાર્ષિક પ્રકાશનને હેતુ રહ્યો નથી. કારણ, મોટા ભાગના ગ્રંથકારોની પરિચયરેખા પહેલા આઠ ભાગમાં અંકિત થઈ ચૂકી છે. અને વાર્ષિક સાહિત્ય-સમીક્ષાનું કામ તે ગુજરાત સાહિત્ય સભા દ્વારા ચાલે છે જ. એટલે આઠ દસ વર્ષે બહાર પડતા રહેતા “ગ્રંથ અને ગ્રંથકાર'માં બાકી રહેલા લેખકોને પરિચય અને દસેક વર્ષના ગાળાના સાહિત્યના પ્રવાહનું અવલોકન આવતાં રહે તે કામ બેવડાયા વિના ઉદિષ્ટ સાહિત્યોપકારતા તેનાથી સધાતી રહે. ગ્રંથકાર-પરિચય અને સાહિત્ય–સમીક્ષા આ ગ્રંથમાળાનાં કાયમી અંગ છે. તે ઉપરાંત, એમાં વિતેલા વખત દરમ્યાન પ્રગટ થયેલાં પુસ્તકની વર્ગીકૃત યાદી, નવલકથા જેવા સાહિત્ય-સ્વરૂપ વિશે કે અમુક ગાળાની કવિતા વિશે વિવેચનલેખ, અથવા મુદ્રણકળા કે પ્રફરીડિંગ જેવા વિષય પર માહિતી આપતા લેખ જેવી પ્રકીર્ણ સામગ્રી વખતેવખત પ્રગટ થતી રહી છે. આ પ્રકારની સામગ્રીને કશી લેજના વગર યદક્યા રજૂ કરવાને બલે તેને અનુલક્ષીને “ગ્રંથ અને ગ્રંથકાર'નાં ચોક્કસ અંગે નક્કી કરી દેવાથી પુસ્તકની આકૃતિ બંધાય અને તેની અભ્યાસે પગિતા પણું વધે એ ખ્યાલથી અમે આ પુસ્તકનું કામ શરૂ કરતાં પહેલાં તેની નીચે મુજબ વિભાગ-રેજના વિચારી હતીઃ (૧) વહી ગયેલા ગાળાના વાડ્મયના પ્રવાહનું વિહંગાવલોકન; (૨) વિદેહ તથા વિદ્યમાન ગ્રંથકારોને સાહિત્યલક્ષી પરિચય: (૩) કઇ બે (કે ત્રણ) શિષ્ટ ગુજરાતી ગ્રંથકારેનું

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 344