Book Title: Granth Ane Granthkar Pustak 10 Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave Publisher: Gujarat Varnacular Society View full book textPage 3
________________ નિવેદન સને ૧૯૩૦ સુધીમાં ગ્રંથ અને ગ્રંથકાર'ના આઠ ભાગ પ્રસિદ્ધ થયા પછી ૧૯૪૨માં નવમા ભાગ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ પછી દસમા ભાગનું કામ પણ હાથ ધરવામાં આવ્યું હતું, પણ એ તૈયાર થતાં કેટલાક વિલંબ થયા. આ કામ વ્યવસ્થિત રીતે હાથ ધરાઈ સમયસર પ્રસિદ્ધ થાય એ માટે ગ્રંથના સંપાદનનું કામ પ્રા. ધીરુભાઈ ઠાકરને સોંપવામાં આવ્યું. એમણે ભારે જહેમત ઉઠાવી કાર્યના આરંભ કર્યાં. વિગત તેમજ વિદેહ તથા વિદ્યમાન લેખકેાની ચરિત્રવિષયક માહિતી મેળવવાનું કામ આરંભ્યું, જેમાં કેટલાક સમય ગયા. તે છેલ્લાં ત્રણેક વર્ષથી મુદ્રણુકા પણ શરૂ કરી શકાયું. આ કામ વધુ ઝડપથી થાય એ માટે એમણે પ્રે. ઇન્દ્રવદન દવેની મદદ લીધી. એ બેઉ ભાઈઓએ સારા શ્રમ લઇ આ દસમા ગ્રંથ આ સ્વરૂપમાં તૈયાર કરી આપ્યા છે. એમણે એમની પ્રસ્તાવનામાં ગ્રંથ અને ગ્ર'થકાર'ના ભવિષ્યના ગ્રંથાની યાજના વિચારી છે તેમાંનાં એ અંગાના જ અમલ આ ગ્રંથમાં થઇ શકયા છે. આ કામ ઉત્તરાત્તર ચાલુ જ રહેવાનુ` હાઈ એ યાજનાનાં ચારે અંગાથી ભવિષ્યના ભાગ સમૃદ્ધ બની શકશે એવી અમને શ્રદ્ધા છે. આ પ્રકારના ગ્રંથની ઉપયેાગિતા વિશે બે મત નથી. ગુજરાતી સાહિત્યના વિકાસમાં વિવિધ પ્રકારના ફાળા આપનારા લેખા—વિદેહ કે વિદ્યમાન—તું ગુજરાતી સાહિત્યના સર્વાંગીણ ઇતિહાસમાં કયા પ્રકારનું સ્થાન છે એ આવા ચરિત્રગ્રંથાથી જ સમજી શકાય. આવા શુભ ઉદ્દેશે આ સંસ્થાના ભૂતપૂર્વ સહાયક મંત્રી સ્વ. શ્રી. હીરાલાલ પારેખે આ ગ્રંથમાળાના આરંભ કરી દરેક વર્ષે એક એક ગ્રંથ પ્રસિદ્ધ કરી ઠ ગ્રંથ બહાર પાડયા હતા. આ પછી પંદર વર્ષના ગાળામાં એ નવા ભાગ બહાર પડે છે. ગાળા વધુ લાંમા છે, પણ તેથી નવમા ભાગમાં પાંચPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 344